કિસાનોને આર્થિક ફટકો:પલાંસવા સીમમાં જીરૂના પાકમાં કાળિયો રોગ આવતાં ખેતરો સાફ

કચ્છ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તૈયાર પેદાશને નુક્સાન થતાં કિસાનોને આર્થિક ફટકો

રાપર તાલુકાના પલાસવા ગામના સીમાડામાં કિસાનોએ વાવેલા જીરૂના પાકમાં કાળિયો (ચરમી) નામનલ રોગ આવતાં ખેતરો સાફ થઇ રહ્યાં છે જેને કારણે આર્થિક ફટકો પડતાં કિસાનો ચિંતિત બન્યા છે. ગામમાં નર્મદાના પાણી આવતાં ખેડૂતો ખુશ થયા હતા પણ રાયડા બાદ હવે જીરૂના પાકમાં એકાએક રોગ આવવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

કિસાન આગેવાન ભરત સોલંકીના જણાવ્યા મુજબ રોગના કારણે અનેક ખેતરોમાં પાક સાફ થઇ ગયો છે. આ દિશામાં ગ્રામ સેવક દ્વારા કોઇ માર્ગદર્શન અપાતું નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. હાલે જીરૂનો બજાર ભાવ પણ સારો મળે છે. એક અંદાજ મુજબ 20 કિલોના 3500થી 4 હજાર જેટલા દામ મળે છે પણ રોગના કારણે અનેક ખેડૂતોને મોટો આર્થિક ફટકો ખમવાનો વારો આવ્યો છે તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...