સ્નેહમિલન:જ્ઞાતિની અેક્તા જળવાઇ રહે તે માટે ગિરનારા પરજીયા સોની સમાજનો સ્નેહમિલન યોજાયું

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિરનારા પરજીયા સોની જ્ઞાતિ માંડવી દ્વારા નવા વર્ષ નિમિતે સ્નેહમિલન માંડવી ખાતે યોજાયું હતું. પ્રમુખસ્થાનેથી એડવોકેટ દીપક પ્રભુલાલ સોનીઅે દિપ પ્રાગટ્ય કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં કચ્છ મંડળના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પોલરા તથા ઉપપમુખ મહેશભાઈ ભીંડી, મંત્રી જીતેન્દ્રભાઈ વૈઠા, ખજાનચી ભાવેશ સાની, ચેતન સોની, રમણીકભાઈ વેઠા, જેન્તીભાઈ વૈઠા વિગેરે સાથે રહ્યા હતા. પ્રમુખે ભાઈઓ-બહેનો અને ભુલકાંઓનું શાબ્દીક સ્વાગત કરી શભેચ્છા પાઠવી હતી તથા સ્વાસ્થ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

જ્ઞાતિની એકતા જળવાઇ રહે તે માટે સ્નેહમિલન જરૂરી છે, તેવું ઉમેર્યું હતું. પૂર્વપ્રમુખે શુભેચ્છા આપી આયોજન બદલ ટીમને અભિનંદન અાપ્યા હતા. જ્ઞાતિના 50 વર્ષથી વધુ વયના ભાઈ-બહેનોને હરીદ્વાર યાત્રા કરાવતાં તાળીઓથી વધાવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રમતો રમાડવામાં અાવી હતી. યુવક મંડળની પ્રવૃતિમાં જ્ઞાતિજનો તન, મન અને ધનથી સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો. આ પ્રસંગે કારોબારી સભ્ય નિખીલ રાણીગા, ચેતન, હીતેશ વિગેરે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ મંત્રીઅે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...