તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:એક માત્ર ભુજમાં બે લોકો કોરોનાથી સંક્રમિત, સક્રિય દર્દી 11 રહ્યા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા મથકે 23 દિવસ બાદ કોવિડના બે કેસ નોંધાયા

મંગળવારે કચ્છમાં એકમાત્ર ભુજમાં બે દર્દી કોરોનાથી સંક્રમિત હોવાનું જણાયું હતું. વધુ 3 લોકો સ્વસ્થ થતાં સારવાર મુક્ત કરાયા હતા જેને પગલે સક્રિય દર્દીનો આંક ઘટીને 11 પર પહોંચ્યો હતો. જો કોવિડ આવી રીતે અંકુશમાં રહેશે તો ચાલુ સપ્તાહના અંત સુધી કચ્છ મહામારીથી મુક્ત થઇ જશે. જિલ્લા મથકે છેલ્લે તા. 13/6ના બે કેસ નોંધાયા હતા ત્યાર બાદ 23 દિવસે ફરી બે લોકોના આરટીપીસીઆરમાં ચેપી વાઇરસ હોવાનું જણાયું હતું. અંજાર, ભુજ અને મુન્દ્રા પંથકના 1-1 મળી 3 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કચ્છમાં કોરોનાના કુલ્લ 12584 કેસ નોંધાયા છે.

રસીકરણનો આંક 5.21 લાખથી વધ્યો
મંગળવારે સૌથી વધુ ભુજ તાલુકામાં 1728 અને સૌથી ઓછા અબડાસા પંથકમાં 230 મળીને 6526 લોકોને વેક્સિન અપાઇ હતી તેની સાથે કચ્છમાં અત્યાર સુધી 521212 લોકોને કોવિડની રસી આપવામાં આવી હતી જેમાં બીજા ડોઝનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...