જૂની અદાવતમાં ધિંગાણું:નરાના ખૂન કેસમાં પિતા-પુત્ર સહિત 3ના જામીન ફગાવાયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબીવાંઢમાં જમીનની જૂની અદાવતમાં બે પક્ષ વચ્ચે થયું હતું ધિંગાણું

લખપત તાલુકાના નરા ખાતે પંજાબીવાંઢમાં જમીનની જુની અદાવત અને તેને અનૂલક્ષ વોટ્સએપ પર સ્ટેટ્સ મુકવા મુદે બે જુથ્થ વચ્ચે મારા મારી અને હુમલાના બનાવમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં ભુજની સેશન્સ કોર્ટે આરોપી કેહાર્સિંગ બુલાસિંગ રાયશીખ તેમના પિતા બુલાસિંગ દીલીપસિંગ રાયસીખ તેમજ લખવિંદરસિંગ ત્રીલોક્સિંગ રાયસીખની જામીન અરજી નામંજૂર કરી છે.

કેસની હકીકત મુજબ બનાવ ગત 7 ઓગસ્ટના બન્યો હતો. નરા પંજાબીવાંઢમાં જમીન અંગેની જૂની અદાવત મુદે વોટ્સએપ પર સ્ટેટ્સ રાખતા તે બાબતે મનદુઃખ થતા ફરિયાદી સોહનસીંગ રેશમસીંગ રાયસીંગએ આવું ન કરવાનું જણાવતા ગામના જ 8 લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. અને ફરિયાદી તેમજ તેના પિતા રેશ્મસિંગને ઈજા પહોંચાડી હતી.હુમલામાં બચાવવા ફરીયાદીના મામાના પુત્ર સુખવિંદર અને ફરિયાદીના નાની વચ્ચે પડતા તેમના પર આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં સુખવિંદરને માથાના ભાગે ટામીનો ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. નરા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષના 15 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો. સુખવિંદરનું સવારવાર દરમિયાન મોત થતાં ખૂનની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તપાસના અંતે ચાર્જસીટ મુકાતાં આરોપીઓએ ભુજના નામદાર ત્રીજા અધિક સેસન્સ જજ સમક્ષ જામીન મેળવવા અરજી કરી હતી.જે અરજી સામે રેશ્મસિંગ રાયશીખ લેખિત વાંધો રજુ કર્યો હતો. બન્ને પક્ષની દલીલો બાદ ભુજના ત્રીજા અધિક સેસન્સ જજ એમ. એમ. પટેલ દ્વારા આરોપીઓની જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચ. બી. જાડેજા તેમજ મૂળ ફરિયાદ પક્ષે ભુજના એડવોકેટ મલ્હાર દર્શક બુચ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...