ક્રાઇમ:નલિયામાં પ્રૌઢને પત્નિ પુત્રો સહિત ચાર જણાઓએ લાકડીથી ફટકાર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીસામણે આવેલી સાડીની દિકરીને સાસરે મોકલી દેવાનું કહેતા માર માર્યો
  • ઘાયલને ચારેય આરોપીઓએ બેહોશ હાલતમાં ઘરના પાછળના ખેતરમાં ફેંકી દીધો

નલિયામાં સાસરેથી રીસાઇને માસીના ઘરે રોકાયેલી ભાણેજીને પરત સાસરે મોકલી દેવાની વાત કરતાં આધેડ પર પત્નિ પુત્રો અને સાળીના દિકરાએ લાકડીથી માર મારી ઇજાગ્રસ્ત બે હોશ હાલમાં ઘર પાછળના ખેતરમાં મુકી આવ્યા હતા. ઘાયલને હોસ્પિટલમાં ખસેડાતાં આરોપીઓ વિરૂધ નલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નલિયામાં મફતનગરમાં રહેતા શંકર રામજીભાઇ કોલી (ઉ.વ.45)એ નલિયા પોલીસ મથકમાં તેમની પત્નિ મંજુલા શંકર કોલી, પુત્ર વસંત શંકર કોલી, દિનેશ શંકર કોલી અને સાડીના દિકરા હિરેન કાલમ કોલી વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ બુધવારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે બન્યો હતો.

ફરિયાદીના ઘરે તેમની સાડીની દિકરી ભાવના તેમના સાસરેથી રીસાઇને રોકાઇ હોઇ જે બાબતે ફરિયાદીએ તેમની પત્નિને કહ્યું હતું કે, તારી બહેનની દિકરીને સાસરે મોકલી આપો જેથી ફરિયાદી પર ઉશ્કેરાઇને પત્નિ મંજુલા, દિકરા વસંત, દિનેશ અને સાડીના દિકરા હિરેન સહિત ચાર જણાઓએ લાકડી અને ગડદાપાટુનો માર મારી બેભાન કરી મુક્યો હતો.

બાદમાં ચારેય આરોપીઓએ ફરિયાદીને ઘર પાછળ આવેલા ખેતરમાં મુકી આવ્યા હતા. ગુરૂવારે સવારે સારવાર માટે નલિયા સરકારી દવાખાનામાં દાખલ થયા બાદ નલિયા પોલીસ સ્ટેશનમાં પત્નિ પુત્રો સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...