તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:નલિયા, કંડલા (એ)માં 9.1 ડિગ્રી, ઠંડા પવનથી ઠાર, સરેરાશ પ્રતિ કલાક 9 કિલો મીટરની ગતિએ ઓતરાદો વાયરો ફુંકાયો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પારો નીચો જવાની આગાહી વચ્ચે ઉંચકાયો : ભુજ 10, કંડલા 11.3 ડિગ્રી

મંગળવારે 2.7 ડિગ્રી જેટલી હાડ થીજાવતી ઠંડીમાં ઠૂંઠવાયેલા નલિયામાં કાતિલ ઠાર પડશે તેવી હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે પારો એક ઝાટકે 7 ડિગ્રી જેટલો ઉંચકાઇને 9.1 રહેવાની સાથે કંડલા એરપોર્ટ મથકે પણ ન્યૂનતમ તાપમાન એટલું જ નોંધાયું હતું. પારો ઉંચકાવાની સાથે કચ્છભરમાં સરેરાશ પ્રતિ કલાક 9 કિલો મીટરની ગતિ સાથે ઉત્તરીય પવન ફૂંકાતાં ઠારની ધાર વધી હતી. બીજી બાજુ લોકોએ અનુભવેલી ઠંડીને પગલે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રણકાંધીના ગામોમાં પણ કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા.

નલિયામાં બે દિવસ સુધી ઠંડીનું મોજું જારી રહેશે તેવી અમદાવાદના હવામાન વિભાગે શક્યતા દર્શાવતા સંભવત: પારો વધુ ગગડશે તેમ મનાઇ રહ્યું હતું પણ તેની વિપરીત શીત નગરમાં 9.1 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. આવી જ રીતે મંગળવારે 7.5ના આંક સાથે ઠરેલા કંડલા એરપોર્ટ મથકે પણ પારો દોઢ ડિગ્રી ઉંચકાઇને નલિયાની સમકક્ષ 9.1 થયો હતો. લોકોના જણાવ્યા મુજબ આ બન્ને સ્થળે રાત્રે જ ઠાર અનુભવાયો હતો જે પરોઢિયે વધુ ધારદાર બન્યો હતો પણ હવામાન વિભાના આંકડાએ ઠંડી ઘટી હોવાનું ચિત્ર રજૂ કર્યું હતું. ભુજમાં એક આંકના વધારા સાથે ન્યૂનતમ તાપમાન 10 પર પહોંચ્યું હતું જ્યારે કંડલા પોર્ટ ખાતે બે આંક ઉંચકાઇને 11.3 ડિગ્રી નોંધાયો હતો. બીજી બાજુ કચ્છભરમાં મહત્તમ તાપમાન પણ સરેરાશ 24 ડિગ્રી રહેતાં ન્યૂનતમ ઉષ્ણતામાનના આંકડાએ આશ્ચર્ય સર્જયું હતું.

રાજ્યના ટોપ 10 ઠંડા શહેરો
ડીસા અને કેશોદ 7.1 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ઠંડા બન્યા હતા. ત્યાર બાદ ગાંધીનગરમાં 8, નલિયા અને કંડલા (એ) ખાતે 9.1, ચોથા ક્રમે રાજકોટમાં 9.2, સુરેન્દ્રનગરમાં 9.3, વડોદરા અને ભુજ 10, અમરેલી 10.2, તેમજ મહુવા અને ગાંધીનગરમાં 10.3 ડિગ્રી સાથે શિયાળાનો અસલી મિજાજ જોવા મળ્યો હતો.

કંડલા (એ)માં 12 કિમીની ગતિએ પવન ફુંકાયો
જિલ્લામાં દિવસભર ઉત્તર દિશાએથી ફુંકાયેલા બર્ફિલા પવને ઠારની ધાર વધારે મજબૂત બનાવી હતી. કંડલા એરપોર્ટ મથક હેઠળ આવતા ગળપાદર, ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારમાં પ્રતિ કલાક સરેરાશ 12 કિલો મીટરની ઝડપ સાથે હવા ફુંકાઇ હતી. જ્યારે ભુજમાં 7, નલિયામાં 8 અને કંડલા પોર્ટ પર 9 કિલો મીટરની ગતિએ ફુંકાયેલા પવને દિવસને પણ ઠંડો બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો