ધબળાનું વિતરણ:નખત્રાણામાં સોશિયલ મીડિયાના સદુપયોગથી ગરીબો માટે દાન એકત્ર કરી ધબળાનું વિતરણ કરાયું

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી શિયાળામાં વોટ્સએપ ગૃપ દ્વારા દાન એકત્ર કરી આ સેવા પ્રવુતિ કરાય છે

સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણા લોકોને મદદરૂપ થઈ શકાય છે. ગત વર્ષે નખત્રાણા મધ્યે, લોકોને મદદરૂપ થવા માટે એક વોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, સામજિક, ધાર્મિક ,રાજકીય આગેવાનો તેમજ જાગૃત નાગરિકોનો સમાવેશ કરાયો હતો. જે ગૃપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં ધાબળા વિતરણ કરીને હૂંફ આપવાનો પ્રયાસો કરવામાં આવે છે. આ શિયાળામાં એક હજાર જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં હાલ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી માહોલમાં અસહ્ય ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.હજી પણ તાપમાન નીચું જઇ શકે છે ત્યારે નખત્રાણા તેમજ આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ધાબળા આપીને તેમને આ ગ્રુપ મદદરૂપ થઈ રહ્યું છે.

'આપણું નખત્રાણા' નામના વોટ્સએપ ગૃપ તેમજ સખાવતી દાતાઓ તરફથી એકત્ર કરાયેલી રકમમાંથી નખત્રાણા તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાનું નાના આંગિયાના બાદલ જોશીએ કહ્યું હતું.

આ સેવા પ્રવૃત્તિમાં નખત્રાણાના નવુભા સોઢા, ભરતભાઇ જોશી, જિતુભા જાડેજા, દિનેશભાઈ જોશી તેમજ ગ્રુપના અન્ય કાર્યકરો વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં લગભગ 135 જેટલા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

નખત્રાણાના યુવા અગ્રણી નવુભા સોઢા અને જિતુભા જાડેજાને ગત વર્ષે લોકોને મદદરૂપ થવાના વિચાર અને પ્રયાસો થકી ગત વર્ષની જેમ આ વર્ષે પણ સેવાયજ્ઞ અવિરત જાળવી રાખવામાં આવ્યો છે. ગત વર્ષથી આદરાયેલા આ સેવા યજ્ઞ અવિરતપણે આગળ વધી રહ્યું છે. તેમણે સખાવતી દાતાઓના દાનની વહેતી સરવાણી માટે દાતાઓની દિલેરી થકી આવા કર્યો થઈ શકે છે, તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...