તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Nakhtrana, A Rabid Bull Took People By Surprise, 80 Liters Of Milk From A Milk Seller Spilled While Riding A Bike.

આખલાનો આતંક:નખત્રાણામાં હડકાયા આખલાએ લોકોને અડફેટે લીધા, બાઈક પર જતાં દૂધ વિક્રેતાનું 80 લીટર દૂધ ઢોળાયું

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંખલાએ અનેક લોકોને હડફેટમાં લેતા નાસભાગ થવા પામી

નખત્રાણા ખાતે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી જતાં શહેરને બાનમાં લીધું છે. જેમાં રખડતા આખલાઓની સંખ્યામાં વધારો થતા પ્રતિદિન લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે પણ એક બેકાબુ બનેલા આંખલાએ અનેક લોકોને હડફેટમાં લેતા નાસભાગ થવા પામી હતી.

નખત્રાણામાં આખલાઓની મસ્તીના કારણે ઘણા લોકોને ઈજા પહોંચી ચૂકી છે. તો ભૂતકાળમાં ૨ વેપારીઓને જીવ ગુમાવવા પડ્યા હતા, ત્યારે આજે ફરી એકવાર આંખલાએ આતંક મચાવતા અનેક લોકોને દોડધામ થઈ પડી હતી. મણીનગર તરફ જતા લાલા બાપાની વાડી પાસે એક દૂધ વિક્રેતાની બાઇકને સિંગડે ભરાવતા બાઈક ફસડાઈ પડ્યું હતું. સદભાગ્યે ચાલક ખેંગારભાઈ રબારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. પરંતુ રૂ 4 હજારની કિંમતનું 80 લીટર દૂધ ઢોળાઈ જતા આર્થિક નુકશાની ભોગવવી પડી હતી. ખાલી કેન સાથેની બાઈક લેવા માટે કલાક સુધી આંખલાના જવાની રાહ જોવી પડી હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

પંચાયત દ્વારા ઢોર પકડવાની કામગીરી ના કરવામાં આવતા નગરજનોને રોડ પર ચાલવું ભારે અસલામતી વાળું લાગી રહ્યું છે. આમ નગરમાં રખડતા ઢોર કોઈ માનવનો જીવ હરી લે તે પહેલાં પચાયત ત્વરિત પગલાં લે એવુ લોકો ઈચ્છો રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...