નખત્રાણાના સુરલભીટ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય માસુમ સગીરાઅે પોતાના ઘરમાં શનિવારે બાર વાગ્યાના અરસામાં પતરાના અેંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. સગીરાને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા નખત્રાણા પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરાના મોતથી પરીવારજનોમાં અરેરાટી ફેલાઇ હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે બાર વાગ્યાના અરસામાં 12 વર્ષીય અફસાના જુણસ કુંભાર નામની સગીરાઅે પોતાના ઘરે પતરાના અેંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. હતભાગીને સારવાર માટે નખત્રાણા સી.અેચ.સી.માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. માસુમ પુત્રીના મોતથી પરીવારજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. નખત્રાણા પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી જિલ્લામાં આપઘાતના બનાવો વધી ગયા છે. મોટાભાગના બનાવોમાં યુવાવસ્થામાં આવેલા લોકો આત્મઘાતી પગલુ ભરી લેતા હોય છે પરંતુ માસુમ સગીરાએ આપઘાત કર્યો હોય તેવા આ કિસ્સાએ ગામમાં પણ ભારે અરેરાટી સર્જી નાખેલી. બનાવની જાણ થતાં પરિવારજનો પણ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.