ક્રાઇમ:નાગીયારીમાં ગાૈમાંસના વેપલા પર દરોડો, આરોપી નાસી છૂટ્યો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેલસીબીની ટીમે છરી, સાધન સાથે પકડી માનકુવા સોંપ્યો

ભુજના નાગીયારીમાં રહેણાંક મકાનમાં ગાૈવંશનું કતલ કરી ગાૈ માંસ વેચાણ થતો હોવાની બાતમી અાધારે અેલસીબીઅે દરોડો પાડયો હતો. ગાૈવંશનો કતલ કરનારો શખ્સ નાસી છુટયો હતો. ઇસમ સામે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.નાગીયારી ગામે ઉતરાલી ફળીયામાં રહેતા લતીફ ઉર્ફે વેલો અામદ પઢીયાર પોતાના મકાનમાં મળતીયા માણસોને સાથે રાખી ગેરકાયદેસર રીતે ગાૈવંશની કતલ કરે છે તેવી બાતમી અાધારે દરોડો પાડયો હતો.

પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડતા લતીફ પઢીયાર અને અન્ય બે ઇસમો નાસી છુટયા હતા. પોલીસે મકાનમાંથી 25 કિલો પશુ માસ કિમત 1250, માસ કાપવા ઉપયોગમાં લેવાયેલા ત્રણ છરા, અેક લોખંડનો કોયતો, બે લાકડાના ટુકડા જેની કિંમત 200 મળી કુલ 1450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છુટેલા ઇસમ સામે માનકુવા પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. નોંધનીય છે કે રહેણાંક મકાનમાં ગાૈવંશનો વેપલો કરતી પ્રવૃત્તી પર અેલસીબીઅે દરોડો પાડતા નાસી છુટેલા શખ્સ સાથે અન્ય બે ઇસમો કોણ હતા તેનું નામ લતીફ પકડાયા બાદ ખુલવા પામે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...