તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુન્દ્રાના અનાજ પ્રકરણમાં પુરવઠા વિભાગે મામલતદાર કચેરી પાસેથી રિપોર્ટ માગ્યો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં સરકારમાન્ય દુકાનને ફાળવતી બંધ, રાશનકાર્ડ ધારકો અન્ય દુકાનદારને સોંપી દેવાયા
 • મોટો જથ્થો કયા કારણોસર સંગ્રહ કરાયો અને અગાઉ કેટલો જથ્થો સગેવગે કર્યો તેનો મદાર રિપોર્ટ પર

23 દિવસ પૂર્વે સરહદી રેન્જની રેપીડ રિસપોન્સ સેલની ટુકડીએ મુંદરાના ગુંદી ફળીયામાં સરકારી અનાજનો સગેવગે થઇ રહેલો જથ્થો પકડી પાડયો હતો. લોકોને પહોંચાડવા અપાતો જથ્થો ગોડાઉનમાં પેકિંગ બદલીને બારોબાર વેંચાય તે પૂર્વે જ પોલીસે પકડી પુરવઠા વિભાગને જાણ કરી હતી. આ પ્રકરણમાં પુરવઠા વિભાગે મામલતદાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

મુંદરાના ગુંદી ફળીયામાં આવેલી સંપત જે. મહેતાની સરકારમાન્ય સસ્તા અનાજની દુકાન પાસે આવેલા એક ગોડાઉનમાં આર. આર. સેલ.ની ટુકડીએ દરોડો પાડયો હતો. ગોડાઉનમાં મજુરો સરકારી અનાજનો જથ્થો પ્લાસ્ટીકના અન્ય પેકિંગવાળા કોથળાઓમાં પેકિંગ કરતા દેખાયા હતા. સંપત મહેતાના પુત્ર વિરાટ મહેતાની સુચનાથી આ મજુરો પેકિંગ બદલવાની કામગીરી કરતા હોવાનું દરોડા સમયે મજુરોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે 104 બોરી ઘંઉ, 88 બોરી ચોખાની, 11 બોરી ચણાની મળી કુલ 2.18 લાખનો સરકારી અનાજનો જથ્થો કબજે કર્યો હતો. તો દરોડા સમયે 68 રાશનકાર્ડ પણ મળી આવ્યા હતા.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી અનાજનો જથ્થાનો કબજો પુરવઠા વિભાગે લઇ નિગમના ગોડાઉનમાં સીઝ કરી નાખ્યો હતો. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, પુરવઠા વિભાગ અધિકારીએ મામલતદાર પાસેથી અનાજના આ જથ્થા અંગેનો ખુલાસો કરતો રિપોર્ટ માંગ્યો છે. મામલતદારનો રિપોર્ટ આવ્યા બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દુકાન સંચાલકનો પરવાનો રદ્દ થાય તેવી સંભાવના
મામલતદાર પુરવઠા વિભાગને રિપોર્ટ કરશે ત્યારબાદ પુરવઠા વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડિજીટલાઇઝેશન કરાયું છતાંય આટલો મોટો જથ્થો સગેવગે કરાતો હોવાથી દુકાન સંચાલકનું પરવાનો રદ્દ થાય તેવી સંભાવનાઓ સુત્રો વ્યકત કરી રહ્યા છે. દરોડા સમયે મળી આવેલા રાશનકાર્ડની સત્યતા પણ તપાસવામાં આવી રહી છે. દુકાન સંચાલકે અત્યાર સુધી કેટલા લોકોનો જથ્થો ચાંઉ કર્યો તે અંગે તપાસ કરવામાં આવે તો અનેકના પગ નીચેથી જમીન હટી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો