તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Mundra, Two Persons Who Got ATM Card Number Of Parprantiya And Took Service From 57 Thousand Accounts Were Nabbed.

ક્રાઇમ:મુન્દ્રામાં પરપ્રાંતિયનું એટીએમ કાર્ડ નબંર મેળવી 57 હજાર ખાતામાંથી સેરવી લેનાર બે શખ્સો દબોચાયા

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના બે ઇસમોને બારોઇ રોડ પરથી મુદામાલ સાથે ઝડપી લેવાયા

મુન્દ્રામાં ગત 11મીના એટીએમમાં રૂપિયા ઉપાડવા જનાર પર પ્રાંતિય સાથે એટીએમ કાર્ડ તથા નંબર મેળવીને ખાતામાંથી રૂપિયા 40,000 રોકડ અને 17,000 રૂપિયાનો મોબાઈલ ખરીદી કુલ્લ 57,000 રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુળ બિહારના અને ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટીમાં રહેતા બે શખ્સોને મુદામાલ સાથે દબોચી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના નાના કપાયા ખાતે રહેતા મુળ બિહારના પંકજકુમાર શ્રીરામ મંડલ સાથે ગત 11 મેના બપોરે મુન્દ્રા જીરો પોઇન્ટ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ ભોગબનાર પોતાના ભાઈનું એટીએમ કાર્ડ લઇ નાણાં વિડ્રો કરવા ગયો હતો. બે અજાણ્યા યુવાને તેને વિશ્વાસમાં લીધો હતો અને બીજા એટીએમમાંથી પૈસા કઢાવી આપું કહી બસ સ્ટેન્ડ નજીકના એક્સીસ બેંકના એટીએમમાં લઇ આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ફરિયાદીના એટીએમ નંબર જાણી કાર્ડ ઝૂંટવી નાસી ગયા હતા. અને ફરિયાદીના ખાતામાંથી 40,000 રોકડ અને 17 હજારનો મોબાઇલ ખરીદ કર્યો હતો. આ કેસમાં એલસીબીએ બાતમીના આધારે બારોઇ રોડ પરથી ગોપાલ શાહ અર્જુન શાહ (ઉ.વ.35) રહે ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટી, મુળ બિહાર તેમજ રાજકુમાર નંદકિશોર પાસવાન (ઉ.વ.30) રહે. મુળ બિહાર હાલ ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટીવાળા બે શખ્સને દબોચી લીધા હતા. આગળની કાર્યવાહી માટે મુદામાલ સાથે મુન્દ્રા પોલીસને સોંપ્યા હતા.

આરોપીની મોડસ ઓપરેન્ડી
એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકો પર વોચ રાખી તેમાં કોઇ અભણ જેવો વ્યક્તિ પૈસા ઉપાડવા આવે તેને વિશ્વાસમાં લઇ તેને આરોપીઓ કાગળની ગડ્ડી પર 500 રૂપિયાની સાચી નોટ રાખી તેને રૂમાલમાં બાંધી રાખી તે એક લાખ રૂપિયા છે, તે પોતે બેન્કમાં જમા કરાવી શકે, તેમ ન હોવાનું જણાવી તેમના એટીએમમાં જેટલા રૂપિયા ઉપડી શકાય તેટલા ઉપાડીને પોતાને આપવાનું જણાવી એટીએમ માં સાથે જઇ તેના પીન નંબર ચોરી છપી જાણી તેના પાસેથી એટીએમ કાર્ડ ઝુટવી લઇ તે એટીએમ કાર્ડ તથા પીન નંબર વડે દુકાનોમાં જઇ ખરીદી કરતા હતા.

આરોપી પાસેથી રિકવર કરેલો મુદામાલ
આરોપીઓના કબજામાંથી ચાર મોબાઇલ ફોન કિંમત રૂપિયા 45,990, તેમજ એટીએમ કાર્ડ નંગ બે, રોકડ રૂપિયા 49,900 તેમજ એક રૂમાલમાં વીટાળેલી રૂપિયા 500ની ચલણી નોટ સહિત 96,390 રૂપિયાનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...