• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Mundra, A Teacher Committed A Crime With A Minor Student, Blackmailed The Teacher And Fined Him Rs. Jewelry Worth Rs 1.20 Lakh Was Also Seized

ગુરૂ-શિષ્યાના સંબંધ પર લાંછન:મુન્દ્રામાં સગીર વિદ્યાર્થિની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ, બ્લેકમેઈલ કરી શિક્ષકે રૂ. 1.20 લાખના ઘરેણાં પણ તફડાવ્યા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર છે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર છે
  • ઘરમાંથી ઘરેણાં ગુમ થતાં પરિવારે ચોરીની ફરિયાદ નોંધાવી હતી
  • ચોરીની તપાસ દરમિયાન દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગનો સમગ્ર મામલો સામે આવ્યો

પશ્ચિમ કચ્છના મુન્દ્રા ખાતે આવેલી એક પ્રતિષ્ઠિત શાળાના શિક્ષક દ્વારા 16 વર્ષની વિદ્યાર્થિની પર ઓનલાઈન શિક્ષણ દરમિયાન મેળ મિલાપ કેળવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. એટલું જ નહિ પરંતુ શિક્ષક દ્વારા સગીરાને બ્લેકમેઈલ પણ કરવામાં આવી હતી અને રૂ. 1.20 લાખના સોનાના ઘરેણાં તફડાવી લેવામાં આવ્યા હતા. શિક્ષણ જગત માટે આ અતિ શરમજનક ઘટનાના પગલે મુન્દ્રાની સાથે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રા નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકે ફરક બજાવતો અને નાના કપાયા સ્થિત ટીચર કોલોનીમાં રહેતા આરોપી જય ઠક્કરે તેની પાસે ઓનલાઈન શિક્ષણ મેળવતી 16 વર્ષીય સગીરા સાથે મેળ મિલાપ કેળવીને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. ઉપરાંત આરોપી દ્વારા સગીરાને આ વિશેનો ભય આપી બ્લેકમેઈલ પણ કરવામાં આવી હતી. જેમાં તેણે કિશોરી પાસેથી રૂ. 1.20 લાખના સોનાના ઘરેણાં પણ પડાવી લીધા હતા.

જેથી પીડિત કિશોરીના પરિવાર દ્વારા ઘરમાં સોનાના ઘરેણા ગમ થતા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચોરીની તપાસ દરમિયાન દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. મુન્દ્રા પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે આરોપી સામે ગુનો નોંધી શિક્ષકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘરની બદનામીની ડર થી સગીરા ત્રણ માસ શારીરિક ત્રાસ સહન કર્યો
શિક્ષક જય ઓક્ટોબર માસમાં પ્રથમ વખત સગીરા ને પોતાની હવસ નો શિકાર બનાવી હતી. પરંતુ પીડિતના બદનામીની ડરથી પોતાના પર વીતેલી યાતના મય ઘટના માતા પિતાજી છુપાવી હતી. જેનો વધુ ગેરલાભ લઇ તેણે 14 ડીસેમ્બર ના રોજ બીજી વખત તેને પીંખી નાખી હતી. બેશરમીની હદ તો ત્યારે થઇ જ્યારે અારોપીઅે ભોગબનનારને ધમકાવીને તેના પોતાના જ ઘરેથી 1.20 લાખના દાગીના ચોરી કરાવી લીધા હતાં. ઘરમાંથી ઘરેણાં ગુમ થયાની જાણ થતાં રોષે ભરાયેલા પિતા સમક્ષ માસુમ સગીરા આપવીતી વર્ણવી સમગ્ર ઘટનાક્રમ પરથી પરદો ઉંચકાયા હતો.

મુંબઈમાં વસવાટ કરતા જય ના પરિવારમાં પીડિતાની ઉંમરની પુત્રી પણ છે
જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સગીરા સાથે અમાનવીય વ્યવહાર કરનાર ચંચળ સ્વભાવનો અને કાયમ આર્થિક ખેંચ ધરાવતો 47 વર્ષીય જય માવજી ઠક્કર છેલ્લા ત્રણ વર્ષથી અદાણી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને તે મૂળ અબડાસા તાલુકાના મથાળાં ગામનો વતની છે. તેમજ તેની પત્ની બે બાળકો સાથે મુંબઈ ખાતે વસવાટ કરતી હોવા ઉપરાંત તેની રોગગ્રસ્ત સગીરા જેટલી ઉમર ધરાવતી પુત્રી પણ છે.

અન્ય સમાચારો પણ છે...