તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાલક્ષી યોજનાઓ:મુન્દ્રામાં ગ્રામ્ય કક્ષાએ માહિતી હેતુ બાલિકા મંચની રચના કરાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવતર જન્મેલી દીકરીઓને વધામણી કીટનું વિતરણ કરાયું

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી મેળવવા અર્થે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ જવાની જરૂર ન રહે તેમને યોજનાઓની માહિતી ગામની છોકરીઓના માધ્યમથી મળી રહે, તે અર્થે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે મહિલા શક્તિ કેન્દ્રની ટીમે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામમાં બાલિકા મંચની રચના કરી છે. જે અંતર્ગત નાની તુંબડી, મોટી તુંબડી, રામાણીયા, આગણવાડી નં.2 અને 7 તથા મોટા કપાયામાં સીડીપીઓ આશાબેન ગોરની અધ્યક્ષતામાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં વ્હાલી દીકરી, સખી વન સ્ટોપ સેન્ટર, નારી ગૃહ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઘરેલું હિંસા અધિનિયમ, દહેજ પ્રતિબંધક અધિનિયમ, બાળ લગ્ન, કામકાજના સ્થળે જાતીય સતામણી જેવી વિવિધ કાયદાકીય અને યોજનાઓની તાલીમ અપાઈ હતી. દીકરીના જન્મને જન્મોત્સવ તરીકે ઉજવવા અર્થે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત નવતર જન્મેલ દીકરીઓને વધામણી કીટનું વિતરણ કરાયું હતું. આ તાલીમમાં હીનાબેન પટેલ, ભરતભાઈ સોલંકી, ભાવનાબેન ગરવલિયા, મીનાબેન મહેશ્વરી, રેખાબેન ગુંસાઈ, ઉર્મિલાબેન પટેલ તથા વિષ્ણુબા જાડેજા, બોખાણી ઉમાબેન, સીજુ મુમલબેન, રાજલબા ગોપાલજી, સોઢા રીટાબા તેમજ ઘેનાબેન જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...