તંત્ર નિંદ્રામાં:મોખાણામાં વીજપોલે મોરનો ભોગ લીધો છતાં તંત્ર નિંદ્રામાં

મોખાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે સમારકામના નામે મીડું
  • અનેક રજૂઅાતો છતાં કોઇ જ કામગીરી ન કરાયાની રાવ

મોખાણામાં વીજપોલ પરની ઝાડીના કારણે મોરનું મોત નીપજ્યું હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી સમારકામ કરાતું નથી કે, પ્રિ-મોન્સુન કામગીરી કરાતી નથી.તા:22/5ના મોખાણા વાડી વિસ્તારની વીજલાઇનમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા વિધિવત કાર્યવાહી કરવામાં આવી પરંતુ વીજતંત્રને જાણે કાઈ ફરકજ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે.

જે વિજપોલ પર મોરનું મૃત્યુ થયું તે વિજપોલ પરની ઝાડી આજે 20 દિવસ થયા છતાં હજી સુધી હટાવાઈ નથી. વીજતંત્રને કામ કરવામાં રસ નથી કે, પછી અન્ય કોઈ અણબનાવની રાહ જોઈ રહ્યું છે?. તદુપરાંત ચોમાસા પૂર્વેની તૈયારી માટે ક્યાંય પણ સમારકામ કરવામાં આવ્યું નથી. લોકોની વારંવારની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. કચ્છમાં અાગમનની મેઘરાજાઅે તૈયારીઅો અારંભી દીધી છે પરંતુ વીજતંત્ર હજુ ઊંઘમાં છે. ચોમાસુ બેસે તે પહેલા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સમારકામ કરવામાં અાવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...