તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મીરજાપરમાં દબાસીયા હોસ્પિટલની બાજુમાં આવેલા એક મકાનમાં ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીના દોઢ કલાક જેટલા સમયમાં દોઢ લાખના દાગીના સહિતની માલમતા ચોરાઇ ગઇ હતી. મકાન માલિક મહિલાપાડોશમાં ગયા હતા ત્યારે ચોરી થતા એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સ્મિતાબેન મહેશભાઇ દરજી (વાઘેલા) (રહે. મીરજાપર, દબાસીયા હોસ્પિટલ નજીક)ના ઘરમાંથી 1,50,000ના દાગીના અને આઠ હજાર રોકડની ચોરી થઇ જવા અંગે એ ડિવિઝન પોલીસમાં ફોજદારી નોંધાવી હતી.
ગઇકાલે તેઓ સાડા નવેક વાગ્યે પોતાના પાડોશમાં રહેતા મહિલાના ઘરે સાડી જોવા ગયા હતા બાદમાં અગિયાર વાગ્યે પરત આવતા રૂમમાંથી બળવાની વાસ આવતી હતી, પલંગમાંથી ધુમાડો નીકળતા આગનું છમકલુ થયું હતું અને ગોદડા સળગી ગયા હતા, તે ઓલાવ્યા બાદ જોતા પલંગમાં રાખેલા સોનાનો હાર નંગ 2, સોનાનો પેડલ અને બુટ્ટી કિંમત 1,50,000 અને 8 હજાર રોકડાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
તસ્કરો પલંગની અંદર દિવો સળગાવી ગયા
પાડોશીના ઘરે ગયા બાદ ત્યાંથી પરત રૂમમાં આવતા ધુમાડો થયો હોવાનું જણાયું હતું. પલંગની અંદર આગનું છમકલુ લાગેલુ હતું અને તસ્કર દિવો સળગાવી ગયો હતો. હાથફેરો કરવા પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકાઓ વ્યકત કરાઇ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.