તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:અનેક સ્થળે બે સપ્તાહ બાદ મીઠાઇની દુકાનો ખુલ્લી પણ ફુડ વિભાગ આરામમાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠાઇ-ફરસાણની દુકાનોમાં ફુડ વિભાગ ચેકિંગ હાથ ધરાશે તેવો દાવો
  • ગ્રાહકને 1 દિમાં મીઠાઇ પુર્ણ કરવાનો બોર્ડ મરાયો, દુકાનમાં જાણે રોજ બદલાતી હોય

બે સપ્તાહ અગાઉ ભુજમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઅો કર્યા બાદ અાખા દિવસ માટે વેપાર-ધંધા બંધ રાખવાનો અાદેશ સરકાર તરફથી થયો હતો. જો કે, અમુક મીઠાઇ-ફરસાણની દુકાનો પણ બંધ રહી હતી જો કે છેલ્લા ચારેક દિવસથી મીઠાઇની દુકાનો ખુલી પણ વાસી રહેલી સામગ્રી પણ વેચાઇ ગઇ ત્યાં સુધી ફુડ વિભાગ ફરકયું ન હતું. છેલ્લા ચારેક દિવસથી ભુજમાં અાવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનો ખુલવા લાગી છે, સાંજે અાઠ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

બે સપ્તાહ સુધી બંધ રહેલી અમુક દુકાનો ખુલ્યા બાદ ફુડ વિભાગે અા દુકાનોમાં કોઇપણ જાતનુ ચેકિંગ હાથ ધર્યું નથી અને સંચાલકો વાસી સામગ્રી શહેરીજનોને વેચી મારી હોય તેવો સુર વ્યકત થયો છે. દસથી બાર દિવસ દુકાનો બંધ રહે તો તેમાં રહેલી અાઇટમો પણ વેચાતી ન હતી અને દુકાન ખુલ્યા બાદ નવી સામગ્રી બને ત્યાં સુધી સ્ટોકમાં રહેલી મીઠાઇનો નાશ કરવાને બદલે તેને જ વેચી મરાઇ હતી. તો અમુક મીઠાઇની શોપમાં સામગ્રીના કાઉન્ટર પર સ્ટીકર મારવામાં અાવ્યા હતા કે, અા મિઠાઇ ગ્રાહકે 1 જ દિવસમાં પુર્ણ કરવાની રહેશે.

અલબત્ત, ખુદ સંચાલક પાસે શોપમાં કેટલા દિવસથી મીઠાઇ પડી હશે તેની ગણતરી કરી શકાય નહીં પણ ગ્રાહક ખરીદી કરે તો અેક જ દીવસમાં પુર્ણ કરવાની વિનંતી કરાઇ હતી. સંચાલકો અાવી મીઠાઇનો દરરોજ નાશ કરતા હશે કે પછી ગ્રાહકોને સ્ટોકમાં રહેલી મીઠાઇ જ વેચતા હશે તેવો વેધક સવાલ ખડો થયો છે.

મીઠાઇ-ફરસાણની દુકાનોમાં હવે ચેકિંગ શરૂ કરવામાં અાવશે
અા અંગે ફુડ વિભાગના ઇન્ચાર્જ અધિક્ષક અે. અેમ. વાલુ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભુજમાં શરૂ થયેલી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં હવે ચેકિંગ કરવામાં અાવશે. અત્યાર સુધી ખુલ્લી હતી કે બંધ તે અંગે અજાણતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...