તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંડવીમાં કાર ચાલકે પોલીસ કર્મી પર ગાડી ચડાવી કર્યો હત્યાનો પ્રયાસ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ વાહન, રિક્ષા તેમજ હેરિટેજ દિવાલમાં વાહન ભટકાડી કર્યુ નૂકશાન
  • દારૂની બાર બોટલ સાથે પકડાયેલા ઝખમી શખ્સ સામે નોંધાયો ગુનો

માંડવી નવાનાકા પાસે દારૂ ભરીને કાર જતી હોવાની બાતમીના પગલે વોચમાં રહેલી પોલીસથી બચવા ચાલકે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દેવાની કોશીશ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સાથે સરકારી વાહન, રિક્ષા અને હેરીટેઝ દિવાલ સાથે ભટકાળી નૂકશાન કર્યું હતું પોલીસે આરોપીની કારમાંથી શરાબની 12 બોટલ કબજે કરીને આરોપી વિરૂધ ગુનો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલીંગમાં રહેલી માંડવી પોલીસને બાતમી મળી હતી કે, નાવાનાકા પાસેથી દારૂ ભરેલી કાળી કાર પસાર થવાની છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતાં કાર ચાલકે પોતાની કાર હંકારી જઇ પોલીસ કર્મચારી ભાર્ગવ ચૌધરી પર ગાડી ચડાવી દેવાની કોશીશ કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસની બીકે કાર ચાલક એક પોલીસના વાહન અને એક રિક્ષા સાથે ભટકાળી સામે હેરીટેઝ દિવાલ સાથે અથડાઇ જતાં ચાલકને ઇજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિનોદ અજીતસિંહ ચુડાસમા રહે બાબાવાડી માંડવીવાળાની અટકાયત કરીને તેના કબજામાંથી ઇગ્લીશ દારૂની 12 બોટલ કબજે કરી આરોપી વિરૂધ આઇપીસી કલમ 307,427,279,337 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...