ખાતરની અછત:ભુજના માધાપર ગામે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન
  • માવઠાના પગલે વહેલી સવારથી ખેડૂતોએ યુરિયા ખાતર માટે લાઇનો લગાવી

જિલ્લામાં શિયાળુ પાકના બચાવ માટે ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. માવઠું અને વાદળછાયા વાતાવરણના કારણે કિશાન વર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. ખાતરની અછત નિવારવા ખુદ ભાજપના અબડાસા બેઠકના ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, તેમ છતાં કોઈજ નિવારણ આવી શક્યુ નથી. ત્યારે ભૂજ નજીકના માધાપર ગામે સહકારી મંડળી ખાતે ખાતર વેંચાણ શરૂ થતાં નાના ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.

જિલ્લામાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે. તેના વચ્ચે માવઠાની દેહસતથી ખેડૂતોને વધુ ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે. ખાસ કરીને દાડમ જેવા પાકને બચાવવા માટે ખાતર મેળવવું અનિવાર્ય બની ગયું છે.

આ વિષે માધાપર નવા વાસના સરપંચ અને ખેડૂત અરજણ દેવજી ભુડિયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર માસની શરૂઆતથીજ ખાતરની અછત વર્તાઈ રહી છે. શ્રીમંત ખેડૂતોએ મોટા પાયે ખાતર ખરીદી સંગ્રહ કરી રાખ્યો હશે. જ્યારે વાદળ છાયા વાતાવરણમાં પાકને બચાવવા માટે ખાતર અનિવાર્ય થઈ પડે છે. જેને લઈ ખાતરની જરૂરિયાત વધી જાય છે, પરંતુ વિવિધ ગામની સહકારી મંડળીમાં ખાતરનો જથ્થો અપ્રાપ્ય છે.

આજે માધાપર ખાતેની સહકારી મંડળીમાં એક માસ ખાતર વેંચાણ થતા સ્વાભાવિક છે તે મેળવવા નાના ખેડૂતો ઉમટી પડ્યા છે. નાનો વર્ગ ખાનગી એગ્રો સેન્ટર ખાતે ઊંચી કિંમતે મળતા ખાતર ખરીદી નથી શકતા ત્યારે આ વર્ગ માટે સરકારે ખાતરની થઈ રહેલી સગ્રહખોરી પર રોક લગાવી યોગ્ય નિવારણ લાવવાની જરૂર છે. જોકે, સરકારનું આ પ્રકારની પ્રવુતિ પર કોઈજ નિયત્રણ નથી. અલબત્ત થોડા દિવસ પહેલા ભચાઉના ખરીદ વેંચાણ બહાર પણ આજ પ્રકારે ખેડૂતોએ ખાતર મેળવવા પરેશાન થાઉં પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...