છેતરપિંડી:માધાપરમાં નિવૃત તબીબ સાથે બે યુવકે કરી 1 લાખની ઠગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચા નાસ્તા માટે ઘરે આવતા યુવાનોની કરામત

માધાપર નવાવાસ ખાતે જલારામ સોસાયટીમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા નિગૃત તબીબના ઘરે ચા નાસ્તો કરવા આવતા બે યુવકે એટીએમની ચોરી કરીને અલગ અલગ તબકે રૂપિયા બે લાખ ઉપાડી લઇ તેમાંથી એક લાખ પરત આપી બાકીના એક લાખ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરતા આરોપીઓ વિરૂધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસમાં જલારામ સોસાયટીમાં એકલા રહેતા નિવૃત તબીબ પ્રદિપભાઇ નવીનભાઇ પાઠક (ઉ.વ.72)એ પંકજ કેશવલાલ નટ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ 5 એપ્રિલ 2021થી 24 ડીસેમ્બર 2021 દરમિયાન બન્યો હતો.

આરોપી પંકજ કેશવલાલ નટ અને રણજીતસિંહ દિલુભા સોઢા નામના બે યુવકો ફરિયાદી એકલા રહેતા હોઇ તેમના ઘરે આવીને ચા નાસ્તો બનાવી ખાતા હતા. નિત્યક્રમથી બન્ને યુવકોએ ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં બે યુવકોએ તબીબના બે એટીએમની ચોરી કરી લઇ જઇને અલગ અલગ સમયે ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી બે લાખ ઉપાડી લીધા હતા.

આ અંગે કેનેડા રહેતા ફરિયાદીના પુત્ર પ્રણવ જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે, બે લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા રણજીતસિંહએ ફરિયાદીને આપી દીધા હતા. જ્યારે પંકજ નટ વાયદાઓ કરી ફરિયાદીના એક લાખ પરત નહીં આપતા આખરે આરોપી વિરૂધ માધાપર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...