રસીકરણ:માધાપરમાં 1939 અને ગાગોદરમાં 121 બાળકોને રસીથી સુરક્ષિત કરાયા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશોરોના રસીકરણ માટે ગામડે ગામડે ઉત્સાહ છલકાયો

ભુજની મા આશાપુરા શાળામાં 273 વિદ્યાર્થીઓને રસી અપાઇ હતી. માધાપરમાં મોડેલ સ્કુલ હોસ્ટેલની 100 જેટલી બાળાઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 15થી 18 વર્ષના બાળકો મળી કુલ સરકારી આંકડઓ મુજબ પ્રથમ દિવસે 954 અને બીજા દિવસે 985 બાળકોએ રસીના ડોઝ લીધા હતા. બધા બાળકોઓની સાથે વાત્સલ્ય અને વાલીભાવ સાથે જિ.પં.ના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, તા.પં. સદસ્યા તુષારીબેનવેકરીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો.કીર્તિકુમાર સીજુ અને પેરા મેડીકલ સ્ટાફના સભ્યોએ સેવા આપી હતી.

ગાગોદર માધ્યમિક શાળામાં 15 થી 18 વર્ષના 121 બાળકોને રસી અપાઇ હતી. જેમાં ગાગોદર પી.એસ.સી. સ્ટાફે મેડિકલ ઓફિસરની સુચના મુજબ કામગીરી કરી હતી. આંગણવાડી વર્કરો, નર્સ, હાઇસ્કૂલના આચાર્ય તથા વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના ધારાભાઈ ભરવાડ રસીકરણ ઝુંબેશમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...