તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નારી શક્તિને વધુ સક્ષમ બનાવવા અને પોતાની આંતરિક હિંમતને બહાર લાવવાના ઉમદા હેતુ સાથે નખત્રાણા તાલુકાના મોટા આંગિયા ખાતે સ્થાનિક ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે ગામની ત્રીસ જેટલી કન્યાઓને દસ દિવસ સુધી સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ હેઠળ જુડો, કરાટે અને માર્સલ આર્ટનું શિક્ષણ ખ્યાતિ પ્રાપ્ત એજન્સી દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ શિબિરમાં ગ્રામીણ દીકરીઓ પુરા ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે. તેમને તાલીમ પૂર્ણ થયા બાદ નિષ્ણાતોની હાજરીમાં પરફોર્મન્સ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે એવું મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીરાવલે જણાવ્યું હતું. તેમજ ગામના સરપંચ ઇકબાલ ઘાંચી વિશેષ સહયોગ આપી રહ્યાં છે. ગ્રામીણ ક્ષેત્રે કન્યાઓ માટે આ પ્રકારની તાલીમ શિબીરથી દીકરીઓનો આત્મવિશ્વાસ અને હિંમત જરૂર ઉજાગર થશે એવો રાજીપો ગ્રામજનોએ વ્યક્ત કર્યોં હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.