તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વમાનભેર:કચ્છમાં વાહન થકી રોજગારી મેળવી સ્વમાનભેર પગભર બનતી મહિલાઓ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વસહાય જૂથની મહિલાઅોને કરાતી 2 લાખની લોન
  • બાલાપર બિસ્મિલ્લાહ સખી મંડળને વાહન માટે વગર વ્યાજે ધિરાણ અપાયું

કચ્છમાં દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઅોને 2 લાખની લોન વગર વ્યાજે અપાતા મહિલાઅો વાહન વસાવી રોજગારી મેળવી રહી છે.

જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે અબડાસા તાલુકાના બાલાપરના બિસ્મિલ્લાહ સખી મંડળને આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત રૂ.2 લાખ અને જૂથની ઉમેરેલી રકમ દ્વારા ખરીદાયેલા વાહનને લીલીઝંડી અપાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના હસ્તે આ વાહનનું પ્રસ્થાન કરાવાયું હતું. મંડળના પ્રમુખ કુલસમબેને જણાવ્યું હતું કે, સહાયના કારણે રોજગારી માટે વાહન ખરીદ કરી શકાયું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન હેઠળ ગ્રામ સંગઠન મારફત સ્વ:સહાય જૂથને રૂ.2,00,000 ની વગર વ્યાજની લોન અપાય છે અને વાહનની બાકીની રકમ સ્વ:સહાય જૂથ લોન કે, જમા પુંજીથી ઉમેરે છે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ જોષીઅે જણાવ્યું હતું. મંડળની બહેનોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આટીઝન કાર્ડ (પહેચાન પત્ર) અપાયા હતા. બાકીના આર્ટીઝન કાર્ડ મંડળના બહેનોને તાલુકા કક્ષાએથી અપાશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂબેન કારા, મિશન મંગલમ યોજનાના જિલ્લા લાઇવલીહુડ મેનેજર ભાવિન સેંઘાણી, કર્મચારીગણ તેમજ સ્વ:સહાય જૂથની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...