સર્વર ડાઉન:કચ્છમાં પણ સર્વર ડાઉનથી સોશિયલ મીડિયા થયું ઠપ્પ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્વિટર પર ફરિયાદોના મારાથી ફેસબુકે માંગી માફી

21મી સદીના માનવ જીવનમાં રોટી, કપડા અને મકાન સાથે ઈન્ટરનેટ પ્રાથમિક જરૂરિયાતમાં છે. સતત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેતા લોકો સોશિયલ મીડિયાના અભાવે આકુળ-વ્યાકુળ થઇ જતા હોય છે. ગત રાત્રે 9 વાગ્યાથી ફેસબુક, વોટસઅપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઇ જવાના કારણે યુઝર્સને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ત્રણે પ્લેટફોર્મ બંધ રહેવાની સમસ્યા એન્ડ્રોઇડ, આઇ.ઓ.એસ. અને કોમ્પ્યુટર પર જોવા મળી હતી. જે બાબતે ટ્વિટર પર અઢળક ફરિયાદો પણ જોવા મળી હતી.

આ મામલે ફેસબુકે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે અમારી એપ્લિકેશનમાં સમસ્યા સર્જાઈ છે, અમારા દ્વારા તેના નિરાકરણ માટે ત્વરિત કાર્ય કરાઈ રહ્યું છે તેમજ અસુવિધા માટે ક્ષમા માંગી હતી. ત્રણેય એપ્લિકેશન ફેસબુકના આધિપત્ય હેઠળ છે અને એક જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્ય કરે છે. સોશિયલ મીડિયાથી વિખૂટા પડવાના કારણે અને મૂળ સમસ્યાથી અજાણ અનેક લોકોએ પોતાના ફોન રીસ્ટાર્ટ કર્યા હતા તેમજ સીમકાર્ડ પણ બદલાયા હતા તેમજ ટેલીફોનીક સંપર્ક દ્વારા એકબીજાથી આ બાબતે વાતો પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...