કોરોના:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 105 કેસ નોંધાયા, 70 દર્દી સ્વસ્થ થયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 402 થયા

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 105 નવા કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને કુલ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 402 પર પહોંચી જવા પામી છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ છે કે 70 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 31 ગ્રામ્ય 14. ગાંધીધામ શહેર 36. અંજાર ગ્રામ્ય 4 કેસ, માંડવી શહેર 7 . ભચાઉ ગ્રામ્ય 1. મુન્દ્રા શહેર 5 ગ્રામ્ય 5. નખત્રાણા ગ્રામ્ય 1. લખપત ગ્રામ્ય 1. સામે આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 13550 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 13046 એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલ છે. ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં માત્ર 12 દર્દીજ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...