તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીલ્લો કૃષ્ણના રંગે રંગાયો:કચ્છમાં કૃષ્ણ જન્મોસ્તવે  કોરોનાથી કાયમી મુક્તની કામના કરવામાં આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેસરથી અબડાસા સુધી જીલ્લો કૃષ્ણના રંગે રંગાયો, ઠેર ઠેર વિવિધ પ્રસંગો ઉજવાયા

નટરખટ નંદલાલ શ્રી કૃષ્ણના જન્મનો પર્વ એટલે શ્રાવણ વદ 8ના પાવન દિવસે આવતી જન્માષ્ટમી. ગોકુળ અષ્ટમીના તહેવારની ઉજવણી સમગ્ર દેશની સાથે સરહદી જિલ્લામાં પણ પુરા ભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. કચ્છના દસેય તાલુકાઓમાં કૃષ્ણ જન્મોત્સવની સવારથી રાત્રી સુધી વિવિધ ભાવ અને આસ્થા સાથે ભાવિકોએ ઉજવણી કરી હતી.

જિલ્લા મથક ભુજમાં યોજાતા ઐતિહાસિક સાતમ આઠમના મેળાની મનાઈ છતાં સાંજે હમીરસર તળાવનો માર્ગ શહેરીજનોથી ધમધમી ઉઠ્યો હતો. રાધાકૃષ્ણ મંદિરે દિવસભર દર્શનમાં ભીડ જોવા મળી હતી. આશાપુરા રિંગ રોડ પાસે આવેલા નાથ સંપ્રદાયના હવેલી મંદિર ખાતે શ્રી નાથજી ભગવાનની વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ભુજની ઓળખ સમાં નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રીના 12 વાગ્યે સાંજ શણગાર અને સંગીતના તળે યોજાયેલા મટકીફોડના અવસરે ભાઈ બહેન હરિભક્તો ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પૂર્વે મંદિર ગૃહમાં દેવ મૂર્તિઓને અલંકારી આભૂષણોના આવરણથી સુશોભિત કરવામાં આવ્યા હતા અને લાલાને હિંડોળે ઝુલાવવાનો ભક્તોએ લાભ લીધો હતો. સંગતમય મહાઆરતી પણ યોજાઈ હતી તો સત્સંગ સભા દરમ્યાન મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ કોરોના મહામારથી કાયમી મુક્તિ મળે એવી મનોકામના સાથે આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રમાણે જિલ્લાના માંડવી, અંજાર , માનકુવા, સુખપર , માધાપર , ભચાઉ , સરદાર નગર, આધોઇ અને રાપર સહિતના વગેરે સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો.

રાપર સ્વામિનારાયણ મંદિરમાં સંતો હરિભક્તોના રાસથી વાતાવરણ ગોકુલમયી બન્યું હોવાનું કે.પી. સ્વામી અને મુકુંદ મુનિ સ્વામીએ જણાવ્યું હતું.

આહીરપટ્ટીના ગામોમાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. તો જિલ્લાનાં સાપેડા, રતનાલ , અંજાર, ગોકુલગામ, નંદગામ , ભીમાસર ચકાસર , ચોબારી વગેરે ગામોમાં લોકો ખાસ ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી કાન્હાની ભક્તિ કરી હતી. રાપર તાલુકાના વ્રજવાણીધામ ખાતે રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર દ્વારા મટકી ફોડવામાં આવી હતી. અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉજવણીમાં જોડાઈ ખુશીનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...