હવામાન:કચ્છમાં ઉત્તરાયણના પવન મંદ રહેવાની સાથે ઠંડી ઘટે તેવી વકી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પારો એક આંક ગગડવાની સાથે નલિયા વધુ ઠર્યું
  • કાશ્મીરમાં હીમવર્ષા પડતાં બે દિવસ ઠાર ધ્રુજાવશે

કાશ્મીરમાં હીમવર્ષાથી કચ્છમાં હજુ બે દિવસ ઠંડી રહેશે અને ત્યારબાદ પવનની ગતિ મંદ પડવાની સાથે ડંખીલા ઠારમાંથી જિલ્લાવાસીઅોને અાંશિક રાહત મળશે અને ઉત્તરાયણના પવન વધુ મંદ રહે તેવી વકી વચ્ચે પતંગ રસિયાઅોને નિરાશા સાપડશે.

રાજ્યના શીત નગર નલિયામાં ન્યૂનત્તમ તાપમાન અેક અાંક નીચે સરકતાં ડંખીલા ઠારની ધાર વધુ તેજ બની છે. રવિવારે નલિયાઅે ન્યૂનત્ત તાપમાન 6.8 ડિગ્રી સાથે રાજ્યના સાૈથી ઠંડા મથક તરીકેનો ક્રમ જાળવી રાખ્યો હતો.

ઉપરાંત કંડલા અેરપોર્ટમાં પારો 5 અાંક ઉંચકાતા ગાંધીધામ, અંજાર, અાદિપુરવાસીઅોને ઠારમાંથી અાંશિક રાહત મળી હતી. ભુજમાં પણ લઘુત્તમ તાપમાન અેક ડિગ્રી ઉંચકાઇને 12.2 ડિગ્રીઅે પહોંચ્યું હતું. વધુમાં કંડલા પોર્ટમાં પણ અેક ડિગ્રીથી વધુ ન્યૂનત્તમ તાપમાન ઉંચકાવાની સાથે પારો 12.9 ડિગ્રીઅે પહોંચ્યો હતો અને નલિયાને બાદ કરતા જિલ્લામાં ઠંડીમાં મહદઅંશે રાહત થઇ છે.

હવામાન વિભાગના રાકેશકુમારના જણાવ્યા મુજબ કાશ્મીરમાં બરફ વરસાદના પગલે કચ્છમાં હજુ બે દિવસ ઠંડી રહેશે અને ત્યારબાદ તાપમાનનો પારો ઉંચકાવાની સાથે પવનની ગતિ પણ મંદ પડશે. વધુમાં ઉત્તરાયણના દિવસે પણ ઠંડીમાં તો રાહત થશે પરંતુ પવનની હાલ જે ગતિ છે તે વધુ ધીમી પડે તેવી શક્યતા વચ્ચે અાકાશમાં પતંગના દાવપેચ લગાવનારાઅોને નિરાશા સાપડશે.

અન્ય સમાચારો પણ છે...