કચ્છ કોરોના LIVE::કચ્છમાં કોરોનાનો કહેર યથાવત્ત, ત્રીજી લહેરમાં રવિવારે સર્વાધિક 157 કેસ નોંધાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રવિવારે 89 દર્દીઓ સ્વસ્થ થયા
  • એક્ટિવ કેસની સંખ્યા 695 થઈ

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 157 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી કોરોનાન નવા 100થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. જોકે, શનિવારે કેસ ઘટીને 87 થયા હતા. જે બાદ રવિવારે ફરી કેસ 100 ઉપર નોંધાયા હતા. જિલ્લામાં વધુ 157 લોકો સંક્રમિત થવાની સાથે 89 દર્દીઓ સાજા થયા હતા.

રવિવારે શહેરોમાં સૌથી વધુ ભુજમાં 44, ગાંધીધામ 31, મુન્દ્રા 13, અંજાર 12 ભચાઉ 6, માંડવી 1, અને રાપરમાં 3 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભુજ તાલુકામાં સોથી વધુ 20 લોકો સંક્રમિત થયા હતા.

ગામડામાં સુખપર 9, મેઘપર બો. 6, નખત્રાણા 6, માધાપર 4, કુકમા 2, ઢોરી 2, રતનાલ 2, ઉપરાંત નાગલપર મોટી, ભીમાસર (ચ), સતાપર, માથક, મીઠા પસવારિયા, વરસામેડી, ભુજોડી, ધોરડો, માનકુવા, સામખિયાળી, નિરોણા, રસલિયા, નાના કપાયા, સિરાચા, સમાઘોઘાા, ફતેહગઢ, ભીમાસર ભૂટકિયા, પલાંસવામાં 1-1 દર્દી કોરોના સંક્રમિત થયા હતા. ગામડામાં 47 અને શહેરોમાં 110 મળી 157 કેસ નોંધાયા હતા. રવિવારે 89 દર્દીઓ સાજા થતાં સક્રીય કેસનો આંક 695 પર પહોંચ્યો છે.

મુન્દ્રાના નાયબ મામલતદાર પણ સંક્રમિત
મુન્દ્રા પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી કોરોના પોઝિટીવ આવ્યા બાદ આ જ કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હરેશભાઇ વાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેના પગલે તેઓ પોતાના માંડવી ખાતેના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાનું જાણવા મળે છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અબડાસા0000
અંજાર951410
ભચાઉ88162
ભુજ24143839
ગાંધીધામ6216350
લખપત0220
માંડવી0004
મુન્દ્રા96159
નખત્રાણા0112
રાપર0001
કુલ11237149117

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...