તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાશાની લાગણી:કચ્છમાં ગરમી યથાવત્ : કંડલા 36.6 ડિગ્રી સાથે રાજ્યમાં અવ્વલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી વાદળોના દર્શન ન થતાં કિસાનો નિરાશ

લોકોક્તિ મુજબ શ્રાવણ માસમાં સરવડા અને ભાદરવે ભુસાકા જેમ મેઘરાજા હાજરી પુરાવે છે પરંતુ ચાલુ સાલે સરવડા પણ નસીબ ન હોય તેમ આ મહિનો કોરો ગયો છે. બીજી બાજુ ગરમી જોર પકડી રહી છે જેને પગલે કંડલા 36.6 ડિગ્રી સાથે રાજ્યમાં ફરી અવ્વલ રહ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાદળોના દર્શન પણ દુર્લભ બનતાં કિસાનોની સાથે પશુ પાલકોમાં ચિંતાની સાથે નિરાશાની લાગણી જોવા મળે છે. સમુદ્ર તટે હોવા છતાં કંડલા બંદર સતત ત્રીજા દિવસે મહત્તમ 36.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ બન્યું હતું. ભેજયુક્ત ગરમીને પગલે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. કંડલા એરપોર્ટ મથકે 35.4 ડિગ્રી જેટલા ઉંચા ઉષ્ણતામાન સાથે ગરમીનો દોર જારી રહ્યો હતો જ્યારે જિલ્લા મથક ભુજમાં વધુમાં વધુ તાપમાન 34.6 અને નલિયા ખાતે 33.5 ડિગ્રી નોંધાયું હતું. ભાદરવો શરૂ થવાને આડે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી છે તેવામાં વરસાદ તો ઠીક તેના વાદળા પણ વિખરાઇ જતાં હવે શું થશે તેવા સવાલ સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે તો મોટા ભાગના જળાશયો ખાલી હોવાની સાથે સીમાડામાં ઘાસ ન હોતાં માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં સૌથી ગરમ 10 શહેરો
કંડલા36.6
અમદાવાદ35.9
ભાવનગર35.5
કંડલા (એ)35.4
સુરેન્દ્રનગર35.3
ગાંધીનગર35
વડોદરા35
ભુજ34.6
રાજકોટ34.5
ડિસા34.4
અન્ય સમાચારો પણ છે...