તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન !:કચ્છમાં કોરોનાના કેસ વધીને 10 થયા, સાજો એકેય નહીં

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોવિડ-19ની વિદાય વેળાએ જ આમંત્રણ તો નથી અપાતું ને
  • ભુજ શહેર અને તાલુકાના ગામડામાં 1-1 પોઝિટિવનો ઉમેરો

કચ્છમાં કોરોના પોઝિટિવ કેસના ઉમેરામાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો છે અને સાજા થનારાની સંખ્યામાં વધારો થઈ છે. પરંતુ, શનિવારે અે હાશકારો અાપતા સમાચાર મળ્યા નથી. ઉલ્ટું ભુજ શહેર અને ભુજ શહેરના ગામડામાં 1-1 પોઝિટિવ કેસ ઉમેરાયો છે. સામે અેકેય દર્દી સાજો થયો નથી, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઅોની 8માંથી સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા દરરોજ કચ્છમાં કોરોનાની પરિસ્થિતિની વિગતો જાહેર કરાય છે. અે અખબારી યાદી મુજબ કચ્છ જિલ્લામાંથી કોરોનાની વિદાય વેળા જણાઈ રહી હતી. પરંતુ, લોકોને લોક ડાઉન અને રાત્રિ કર્ફ્યૂમાંથી ક્રમશ: મળેલી છૂટછાટ બાદ કોરોનાની વિદાય વેળાઅે અામંત્રણ અપાતું હોય અેમ મોઢે માસ્ક વિના, ભીડભાડમાં લોકો હરીફરી રહ્યા છે.

જો લોકો ફરી બેદરકાર થઈ જશે તો માંડમાંડ પાટે ચડેલી ગાડી ફરી ઉતરી જશે. જેની વિપરીત અસર રૂપે અંતે સામાજિક, અાર્થિક પ્રવૃતિ અટકી જશે. કચ્છમાં હજુ સુધી કુલ 12587 પોઝિટિવ કેસ નોંધવામાં અાવ્યા છે, જેમાંથી કુલ 12465 સાજા થઈ ગયાનું બતાવાય છે. મૃતકના અાંકડાનું જુઠ્ઠાણું હજુ પણ ચાલુ રાખીને 282 જ બતાવવાનું ચાલુ રખાયું છે. નિયંત્રણોમાંથી મળતી છૂટછાટના પગલે લોકો વધુ બેદરકાર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...