તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપમૃત્યુ:કચ્છમાં કાળ ચક્ર ફરી વળ્યું ,11 લોકોના પ્રાણ ગયા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી-ધુળેટીના પર્વે ફાંસો ખાઇને, ડુબી જવાથી અને દાઝી જવા તેમજ અકસ્માતે પડી જવા સહિત અપમૃત્યુના 11 બનાવો નોંધાયા

હોળી-ધૂળેટીના સફરમાં પર્વે કચ્છમાં કાળ ચક્ર ફરી વળ્યું હતું અપમૃત્યુના વિવિધ બનાવમાં 11 લોકોના મોત નિપજ્યા છે મુન્દ્રા ફાસો ખાઇને અધોડ અને બે યુવાને તો, મોટા રતડીયામાં પરિણીતાનું દાઝી જવાથી અને મોટીબેર અને વરસામેડીમાં ડુબી જવાથી તેમજ કિડાણામાં તળાવમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે ગાંધીધામ, પડાણા અને મેઘપર બોરીચીમાં પડી જવાથી ત્રણના મોત થયા હતા.

મુન્દ્રા અને ટુંડામાં બે યુવાન સહિત ત્રણનો ફાંસો ખાઇ આપઘાત
મુન્દ્રાના આદર્શ ટાવર સામે કોઠાવાડી વિસ્તારમાં નરસિંહભાઇ તુલસીભાઇ કોલી (ઉ.વ.45) નામના આધેડ સોમવારે સવારે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. તો અલકનંદા સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રણછોડભાઈ પરમાર (ઉ.વ.29)નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે બીજી તરફ મુળ જામનગરના હાલ ટુંડા ગામે ગની કુંભારના મકાનમાં ભાળેથી રહેતા શક્તિભાઇ મુંઘાભાઈ વાઘેલા (ઉ.વ.26)એ ધુળેટીની રાત્રે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસે ત્રણેય બનાવોની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

મોટા રતડીયામાં દાઝેલી પરિણીતાએ દમ તોડયો
માંડવી તાલુકાના મોટા રતડીયા ગામે ગત 20મી માર્ચના ચા બનાવતા દાઝી ગયેલી 35વર્ષીય પરિણીતા જશીબેન કરમશી રબારીએ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોવારે રાત્રે દોઢ વાગે અંતિમ શ્વાસ લીધો હતો. મૃતક જશીબેન મુળ નાના નખત્રાણાના હતા અને રતડીયા ખાતે પિતાગૃહે પેડી હવન પ્રસંગે આવ્યા હતા. જ્યા ઘટના ઘટી હતી. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

મોટી બેર નજીક મણિયારા ડેમમાં ડુબી જતાં યુવાનનો જીવ ગયો
​​​​​​​​​​​​​​અબડાસા તાલુકાના મોટી બેર ગામે રહેતા મુળ નખત્રાણા તાલુકાના વિથોણ ગામના ભરતભાઇ બાબુભાઇ ઘેડા (મહેશ્વરી ઉ.વ.21) સોમવારે બપોરે મોટીબેર ગામ નજીક આવેલા મણિયારા ડેમમાં ન્હાવા જતાં ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. વાયરો પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરસામેડીમાં યુવાન પાણીના ટાકામાં ડૂબી જતા મોતને ભેટ્યો
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ધુળેટીના દિવસે સાંજે 7-30 વાગ્યાના અરસામાં વરસામેડી સીમમાં આવેલ વિલમોર પ્લાયવુડ કંપનીની લેબર કોલીનીમાં રહેતો 20 વર્ષીય કનૈયા માજી પાણીના ટાકામાં ડૂબી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

કિડાણાના તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીધામના કિડાણા ગામમાં આવેલા તળાવમાં મંગળવારના સવારે કોઇ વ્યક્તિનો મૃતદેહ હોવાની બાબત સામે આવતા પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કઢાયો હતો. ઓળખના પ્રયાસો બાદ તેવો કિડાણાના જ રહેવાસી 45 વર્ષીય તેજસી ભાણજી દાફડા હોવાનું સામે આવ્યું હતું. તપાસનીસ અધિકારી પીએસઆઈ ગઢવીએ જણાવ્યું કે વ્યક્તિની ઓળખ થયા બાદ રામબાગ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા હતા. ઘટના પાછળ ક્યાં કારણો જવાબદાર રહ્યા તે સ્પષ્ટ થઈ શક્યુ નથી.

પીએસએલ ઝુપડામાં પડી જતા ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
ગાંધીધામના પીએસએલ ઝુપડા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય સુધીરભાઈ શ્રીલાલ રાવત ગત 19/02ના રાત્રીના કોઇ રીતે પોતાના ઘરે પડી ગયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ સારવાર ગાંધીધામમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખસેડાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમને પહોંચી હતી, ત્યારે ગત તા.28/03ના રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

પડાણામાં અજમેરી હોટલ પાસે પડી જતા યુવાને જીવ ખોયો
ગાંધીધામના પડાણા ગામ પાસે આવેલી અજમેરી હોટલમાં રહેતા 38 વર્ષીય અશોક ખીરુ રજવાડ ગત તા.27/03ના રાત્રીના પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. ગાંહીધામ બી ડિવિઝન પોલીસ મથકે તે અંગે અકસ્માત મોતની નોંધ દાખલ કરાઈ હતી.

મેઘપર-બો.માં યુવાનનો પોતાના ઘરમાંથી જ મૃતદેહ મળ્યો
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મેઘપર-બો.ની ગોકુળ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો 38 વર્ષીય મુકેશજી પોપટજી ઠાકોરના મિત્રએ ઘરમાં તપાસ કરતા મરણ જનાર મુકેશનો કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થયું હતું. જેથી તેને રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરી તેનું પી.એમ. કરવામાં આવ્યું હતું.

અંજારમાં બસસ્ટેશનમાં આધેડનું મૃત્યુ
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 28/3ના સાંજે 6 વાગ્યાના અરસામાં અંજારમાં બસ સ્ટેશનમાં કોઈ અગમ્ય કારણોસર એક અજાણ્યા અંદાજિત 50 વર્ષના આધેડનું મૃત્યુ થયું હતું. જે અંગે અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આધેડની ઓળખ મેળવવા આગળની તપાસ હાથ ધરી હતી.

વરસાણાની ખાનગી કંપનીમાંં હાઇડ્રા પલટાતા એકનું મૃત્યુ જ્યારે એક ઘાયલ
વરસાણાની સુમિલોન કંપનીમાં કામ કરતા રામઆશ્રય રવિન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગણેશકુમાર હીરાલાલ પટેલે કંપનીમાં લોખંડનો બિંબ ખસેડવાનું હોઈ તેમને બોલાવ્યો હતો. જેથી હાઇડ્રા મારફતે બિંબ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે ફરિયાદી અને ગણેશકુમાર સાઈડમાં ઉભા હતા ત્યારે અચાનક હાઈડ્રા પલટાતા બંને લોખંડના બિંબ નીચે દબાઈ ગયા હતા. જેમાં ફરિયાદીને ડાબા પગ તથા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી જ્યારે ગણેશકુમારને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો