તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશા પાછી ઠેલાઇ:કચ્છમાં વેગીલો પવન ફૂંકાતાં વરસાદની આશા પાછી ઠેલાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ કલાક સરેરાશ 20 કિલો મીટરની ગતિએ વાયરો વાયો

કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વેગીલો પવન ફૂંકાતાં વાદળો ન બંધાઇ શકવાથી વરસાદની આશા પાછી ઠેલાઇ છે. જિલ્લામાં દિવસભર સરેરાશ પ્રતિ કલાક 15 કિલો મીટરની ગતિ સાથે વાયરો વાયો હતો. દરમિયાન આગામી 10થી 15 દિવસ સુધી વરસાદ પડવાની સંભાના નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.

રાજ્યની સાથે કચ્છમા આગામી 10 થી 15 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા નહીંવત છે અને ત્યારબાદ ફરી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસશે. હવામાન વિભાગમાથી પ્રાપ્ત માહિતી મુજબ હાલ બ્રેક મોન્સૂન સિસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદ લાવવા માટે જે પવન ઉપયોગી સાબિત થતો હોય તે હિમાલય તરફ વધતા વરસાદ આવવામાં આવરોધ ઊભો થયો છે. આગામી 10 દિવસ બાદ સિસ્ટમ સક્રિય થયા બાદ વરસાદ આવી શકે છે તેમ જણાવામાં આવ્યું હતું.

મંગળવારના આ સિસ્ટમ સક્રિય થતા રાજ્યની સાથે કચ્છને પણ અસર પહોંચી છે. પવનની ગતિ વધુ હોવાના કારણે જે વાદળો બંધાવા જોઈએ તે બંધાતા નથી. દરમિયાન ભુજમાં કલાકના 15 કિલો મીટરની ગતિએ, નલિયામાં 20 કિલો મીટર, કંડલા એરપોર્ટ ખાતે 25 તેમજ કંડલા બંદરે પ્રતિ કલાક સરેરાશ 28 કિલો મીટરની ઝડપે વેગીલો વાયરો ફૂંકાયો હતો. ભુજમાં મહત્તમ તાપમાન 34.6, નલિયા 33.6, કંડલામાં 37.3 જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 35.8 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...