અત્યારથી વિકટ હાલત:કચ્છમાં ઉનાળા પહેલાં જ નાની સિંચાઈના ડેમો તળિયા ઝાટક થયા, હવે માત્ર 14.50 ટકા જેટલું પાણી બચ્યું !

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 170 જળાશયોમાંથી 65 આંશિક ભરાયેલા
  • શિયાળામાં જ ડેમ-તળાવો સૂકાવા લગ્યા, આગામી ચોમાસામાં સચરાચરો વરસાદ નહીં પડે તો પશુપાલકો અને કપિત ખેતી કરતા ખેડૂતોની કફોડી હાલત થશે

કચ્છ જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે 170 જેટલા નાની સિંચાઈના ડેમોમાં પૂરતું પાણી અાવ્યું ન હતું. અધૂરામાં પૂરું શિયાળા પહેલા જ જળાશયો સૂકાવા લાગ્યા છે અને હવે માત્ર 14.50 ટકા જ પાણી બાકી રહ્યું છે, જેથી અા વખતે ચોમાસામાં વરસાદ ન પડે તો પશુપાલકો અને વરસાદ અાધારિત ખેતરના ખેડૂતોની હાલત કફોડી થઈ જાય. અેવું ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસી રહ્યું છે.

જિલ્લા પંચાયત હસ્તકની પંચાયત સિંચાઈ વિભાગે સિંચાઈ સમિતિના ચેરમેન ધનાભાઈ અેન. હુંબલને 17મી ફેબ્રુઅારીના નાની સિંચાઈ યોજના હેઠળના ડેમોમાં કુલ જળસંગ્રહશ શક્તિ અને ઉપલબ્ધ પાણીના જથ્થાનો પત્રક રજુ કર્યો હતો, જેમાં ભુજ તાલુકાના 35, અંજાર તાલુકાના 12, માંડવી તાલુકાના 21, મુન્દ્રા તાલુકાના 11, નખત્રાણા તાલુકાના 16, લખપત તાલુકાના 17, અબડાસા તાલુકાના 24, રાપર તાલુકાના 16, ભચાઉ તાલુકાના 18 મળીને કુલ 170 ડેમોની સ્થિતિ બતાવાઈ છે. જે 261.77 અેમ.સી.અેફ.ટી. જીવંત સંગ્રહ શક્તિ વાળા ડેમમાં માત્ર 37.95 અેમ.સી.અેફ.ટી. પાણી બચ્યું છે. અેટલે કે, 7412500932.39 લિટર જીવંત સંગ્રહ શક્તિવાળા ડેમમાંથી માત્ર 1074624328.17 લિટર પાણી બાકી રહ્યું છે.

કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિ દેશમાં પ્રથમ નંબરે છે, જેમાં મુખ્યત્ત્વ પશુપાલન અને ખેતી થાય છે. જો ચોમાસામાં વરસાદ ન પડે તો ખેડૂતોની હાલત કફોડી થઈ જશે અને પશુપાલકોને પશુઅો સાથે સ્થળાંતરિત જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છમાં લખપત અને અબડાસા તાલુકામાં મોટા પ્રમાણમાં વરસાદ આધારિત કપિત ખેતી થાય છે ત્યારે જો આગામી ચોમાસુ નબળું જશે તો ખેડૂતોની હાલત કફોડી થશે.

પાણીની સંગ્ર શક્તિ મપાય છે એ એમ.સી.એફ.ટી. એટલે શું
નાની સિંચાઈના ડેમોમાં પાણીની સંગ્રહ શક્તિ એમ.સી.એફ.ટી.માં મપાય છે. જેને મિલિયન ક્યૂબિક ફિટ કહે છે. 1 મિલિયન ક્યૂબિક ફિટ અેટલે 2 કરોડ 83 લાખ 16 હજાર 846.592 લિટર થાય.

મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે 17.73 ટકા જેટલું જ પાણી રહ્યું
કચ્છ જિલ્લામાં મધ્યમ કક્ષાના કુલ 20 ડેમ છે, જેમાં હવે માત્ર 17.73 ટકા જ પાણી રહ્યું છે.આમ, નાની સિંચાઈના ડેમ અને મધ્યમ કક્ષાના ડેમમાં પાણી સ્થિતિની ટકાવારીમાં ખાસ અંતર રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...