તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:કચ્છમાં ફરી પેટ્રોલમાં 34 અને ડીઝલમાં 26 પૈસાનો વધારો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર 55 દિવસમાં 31 વખત ભાવ વધારો ઝિંકાયો

મે મહિનાથી શરૂ થયેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં 55 દિવસમાં 31 વખતના વધારા સાથે પેટ્રોલમાં રૂ.7.85 અને ડીઝલમાં રૂ.8.86નો વધારો કરવામાં આવ્યો છે. સતત દિવસે ફરી પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 26 પૈસાના વધારા સાથે હાલ કચ્છમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ રૂ.95.64 અને ડીઝલનો ભાવ રૂ.96.04 છે. હાલ ક્રૂડ ઓઈલનો ભાવ ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તરે છે જેના લીધે સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.

ઇંધણના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, સેસ, સરચાર્જ, ડીલર કમિશન તથા અન્ય ટેક્સ જોડ્યા બાદ તેના ભાવ બમણા જેટલો થઈ જાય છે. દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 પાર પહોંચી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં પણ નજીકના ભવિષ્યમાં ઇંધણનો ભાવ શતક મારી શકે છે તેમજ ઇંધણમાં થતા ભાવ વધારાની અસર જરૂર અન્ય ચીજ-વસ્તુઓ પર જોવા મળી રહી છે. હાલ રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ રૂ.109.68 અને ડીઝલ રૂ.102.13 સૌથી વધુ ભાવે મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...