તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળઝાળ ગરમી:કચ્છમાં ભેજની સાથે બફારો વધતાં લોકો પરસેવે રેબઝેબ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલામાં 40.1 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી

કચ્છમાં વાદળોની આવન જાવન વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં લોકો પરસેવે ન્હાયા હતા. રાજ્યમાં ફરી બીજા ક્રમે મોખરે રહેલા કંડલા ખાતે મહત્તમ પારો 40.1 ડિગ્રી રહેવાની સાથે કાળઝાળ ગરમી પડી હતી.

ચોમાસુ નજીક આવી રહ્યું છે તેમ સવારથી સાંજ સુધી ભેજનું પ્રમાણ ઉંચું રહેતાં બફારા સાથે ગરમી અનુભવાઇ રહી છે. કંડલા પોર્ટ પર ભેજ સવારે 70 અને સાંજે 42 ટકા રહ્યો હતો. કચ્છમાં બીજા ક્રમે ગરમ કંડલા એરપોર્ટ મથકે ઉંચું તાપમાન 38.2 ડિગ્રી, ભેજની માત્રા સવારે 74 અને સાંજે 47 ટકા રહેતાં ગાંધીધામ તેમજ અંજાર વિસ્તારના લોકો પરસેવે ન્હાયા હતા. જિલ્લા મથક ભુજમાં મહત્તમ 37 ડિગ્રી રહ્યું હતું પણ સવારે 70 અને 50 ટકા જેટલા ભેજથી શહેરીજનો બફાયા હતા. નલિયા ખાતે વધુમાં વધુ ઉષ્ણતામાન 35.6ના આંકે જ અટક્યું હતું પણ ભેજ સવારે 86 અને સાંજે 72 ટકા જેટલો ઉંચો રહેતાં નગરજનો બફારા સાથેના ઉકળાટથી અકળાયા હતા.

દરમિયાન અમદવાદના હવામાન વિભાગે આજે બુધવારે કચ્છમાં કેટલાક સ્થળે ભારે જાગવીજ અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...