તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં વધુ 3 સંક્રમિત થયા સારવાર હેઠળ માત્ર 62 દર્દી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સપ્તાહમાં કોવિડ-19ના તમામ બેડ થઈ જશે ખાલી
  • 12577 નોંધાયેલા પોઝિટિવમાંથી 12403 સાજા

કચ્છમાં રવિવારે કોરોનાના નવા માત્ર 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ વધુ 12 દર્દી સાજા થઈ ગયા છે, જેથી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હવે હોસ્પિટલમાં માત્ર 62 દર્દી સારવાર હેઠળ છે. જિલ્લા વહીવટી તંત્રની અખબારી યાદી મુજબ શહેરોમાં માત્ર ભુજમાં જ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

જ્યારે ગામડાના 2માંથી તાલુકા મુજબ જોઈઅે તો માંડવી અને મુન્દ્રામાં 1-1 કેસ છે. સાજા થનારા 12 દર્દીમાંથી તાલુકા મુજબ જોઈઅે તો ભુજ, માંડવી, રાપરના 3-3, મુન્દ્રાના 2, ગાંધીધામના 1 દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 12577 નોંધાયેલા પોઝિટિવમાંથી હજુ સુધી 12403 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 282 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. લોકો કોરોનાને ભૂલી ગાઇડલાઇનનું પાલન ન કરતાં બીજી લહેર વધુ ઘાતક બની હતી અને સંભવિત ત્રીજી લહેરની શક્યતા વચ્ચે લોકો ફરી માર્ગદર્શિકાનું પાલન કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...