તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં હવે કેસ ઘટવાને બદલે વધે છે, 10માંથી 11 દર્દીઓ થયા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવી તાલુકાના ગામડામાંથી 2 પોઝિટિવ કેસ, સાજો માત્ર 1 થયો

કચ્છમાં કોરોનાની બીજી લહેરની વિદાય વેળા ગણાય છે અને છેલ્લા અેકાદ મહિનાથી અેવી અાશા સેવાય છે કે, બસ હવે અેકાદ સપ્તાહમાં કચ્છ કોરોના મુક્ત થઈ જશે. પરંતુ, છેલ્લા બે ત્રણ દિવસથી અે હાશકારો અનુભાવો નથી. કેમ કે, અેક બાજુ અેક બે અેક બે પોઝિટિવ કેસ ઉમેરાતા જાય છે અને બીજી બાજુ અેકેય દર્દી સાજા થયાના સમાચાર અાવતા નથી. જોકે, રવિવારે પણ માંડવી તાલુકાના ગામડામાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સામે 1 જ દર્દી સાજા થયાના હેવાલ છે.

શનિવારે નવા 2 પોઝિટિવ કેસ નોંધાતા હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દી 8માંથી વધીને 10 થઈ ગયા હતા. રવિવારે પણ નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ, ભુજ તાલુકામાંથી માત્ર 1 જ દર્દી સાજો થયો છે, જેથી સારવાર હેઠળના દર્દીની સંખ્યા 10માંથી વધીને 11 થઈ ગઈ છે. અામ, કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે. અેસ. ટી. બસ વ્યવહાર શરૂ થઈ ગયો છે અને શાળાઅો પણ ખુલવાની છે. બીજી બાજુ લોક ડાઉન અને રાત્રિ કર્ફ્યૂ હટ્યા બાદ શ્રાવણી તહેવારો પણ નજીક અાવી ગયા છે, જેથી ભીડભાડમાં સંક્રમણના કેસ વધવાની દહેશત ઊભી પડી છે.

લોકોની સાથે પોલીસ પણ બેદરકાર થઈ ગઈ હોય અેમ માસ્ક વિના ફરતા ટોળે ટોળા જવા દે અને અેકલ દોકલને પકડીને કેસ કરે અેવી ઘટનાઅો બનવા લાગી છે. રાજકારણીઅો પણ કાર્યક્રમો યોજીને કોરોનાને અામંત્રણ અાપવા લાગ્યા છે. જો લોક પોતે જાગૃતિ નહીં બતાવે તો ત્રીજી લહેર અાવીને ઊભી રહેશે. જ્યાં સુધી તમામનું વેક્સિનેશન ન થઈ જાય ત્યાં સુધી હજુ પણ મોઢે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...