તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની ચૂંટણી તા.28-2ના યોજાશે, જેને અનુલક્ષીને ઉમેદવારી પત્રકો મેળવનારાનો રાફડો ફાટ્યો છે. ત્રીજા દિવસે 411થી વધુ ફોર્મનો ઉપાડ થયો હતો.
ચૂંટણીને લઇને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાઇ નથી. તા.8થી ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થયું છે, જે તા.13-2 સુધી ચાલુ રહેશે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી ફોર્મ લઇ જતા લોકોનો આંક વધતો જાય છે પરંતુ નામાંકન સાથે ઉમેદવારી પત્રકો જમા કરાવવાની સંખ્યા નહીવત છે. મંગળવારે માત્ર ગાંધીધામ પાલિકામાં જ 4 ફોર્મ જમા થયા હતા ત્યારે બુધવારે વધુ 8 સાથે આ આંકડો 12 પર પહોંચ્યો છે. તાલુકા પંચાયતમાં નખત્રાણા અને રાપરમાં 2-2 મળી કુલ 4 બેઠકો પર નામાંકન પત્રકો ભરાયા છે. જો કે જિલ્લા પંચાયતની બેઠક માટે એક પણ ઉમેદવારી પત્રક હજુ સુધી ભરાયું નથી. જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા બુધવારે વધુ 411 સહિત ત્રણ દિવસમાં 1611થી વધુ ફોર્મનો ઉપાડ થયો હતો.
નખત્રાણા, રાપર તાલુકા પંચાયતની 4 બેઠકો પર નામાંકન
બુધવારે નખત્રાણા તાલુકા પંચાયતની મથલ બેઠક પર અપક્ષ અને રવાપર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન પત્રક ભર્યું હતું. તો વળી રાપર તાલુકા પંચાયતની આડેસર અને ફતેહગઢ બેઠક પર અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સૂત્રોનું માનીએ તો રાપરમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે પરંતુ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થયા બાદ જ ફોર્મ ભરાશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.