તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલીથી માસ્તરોની થશે ઘટ:કચ્છમાં પ્રા.શિક્ષકોની જિલ્લા બહાર બદલી કરવાની વાગે છે નોબત

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણિત વિજ્ઞાનના શિક્ષકો મળતા નથી અને ભાષાના વધી ગયા
  • જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે કેટલીક શાળાઓમાં શિક્ષકોની ભારે વધ !

કચ્છમાં પ્રાથમિક શાળાઓ ઘટતા ઘટતા 1697 થઈ ગઈ છે. પરંતુ, 1562 શિક્ષકોની ઘટ યથાવત રહી છે. આમ છતાં 300 ઉપરાંત શિક્ષકોને જિલ્લા બહાર મૂકવાની નોબત વાગી રહી છે! કેમ કે, એક બાજુ ગણિત વિજ્ઞાનના શિક્ષકો મળતા નથી અને બીજી બાજુ ભાષાના શિક્ષકો વધી પડ્યા છે. એટલું જ નહીં પણ જિલ્લામાં મંજુર મહેકમ સામે કામ કરતા શિક્ષકોની સંખ્યા ઓછી છે. કચ્છની 1697 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 માટે 5638 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ, માત્ર 4801 શિક્ષકોની ભરતી કરાઈ છે, જેથી 801 શિક્ષકોની ઘટ છે.

બીજી તરફ ધોરણ 6થી 8 માટે 4347 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ, માત્ર 3622 શિક્ષકોની ભરતી કરાઈ છે, જેથી 725 શિક્ષકોની ઘટ છે. આમ, ધોરણ 1થી 8માં કુલ 9985 શિક્ષકોના મંજુર મહેકમ સામે માત્ર 8423 શિક્ષકોની ભરતી થઈ છે, જેથી કુલ 1562 શિક્ષકોની ઘટ છે, જેમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ઘટ વધુ છે અને ભાષાના શિક્ષકો જરૂરિયાત કરતા વધી પડ્યા છે.

ઘટ વચ્ચે જિલ્લામાં અંદાજે 300 શિક્ષકોની વધ !
કચ્છમાં ગણિત-વિજ્ઞાન કરતા ભાષાના શિક્ષકો વધુ છે અને એ પણ શહેર અને શહેરની નજીકના ગામડાઓમાં ગોઠવાઈ ગયા છે, જેથી કચ્છમાં એક બાજુ શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ અમુક શાળાઓમાં શિક્ષકોની વધ છે, જેથી આજથી તાલુકા આંતરિક વધ બદલી કેમ્પ યોજાશે અને 1લી ડિસેમ્બરથી જિલ્લાનો જનરલ વધ બદલી કેમ્પ યોજાશે. જે કેમ્પ બાદ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે કેટલાક શિક્ષકોની વધ છે એનો આંકડો સામે આવશે. પરંતુ, હાલ તો શિક્ષકોને જિલ્લા બહાર મૂકવા માટે 300નો આંકડો ઉપસ્યો છે. જે વધીને 350ને ટપી થાય એવી ગણતરી છે.

ધોરણ 6થી 8માં વર્ગ દીઠ મળવાપાત્ર શિક્ષક

ધોરણની સંખ્યા - શિક્ષકની સંખ્યા

ધો. 61
ધો. 6 અને 72
ધો. 6, 7 અને 83

ધોરણ 6થી 8માં છાત્રો અને શિક્ષકો

છાત્રોની સંખ્યા - મળવાપાત્ર શિક્ષકો

351
36થી 702
71થી 1053
106થી 1404
141થી 1755
176થી 2106
211થી 2457
246થી 2808
280થી 3159

ધોરણ 1થી 5માં વિદ્યાર્થીની સંખ્યા દીઠ શિક્ષકો

વિદ્યાર્થીની સંખ્યા - મળવાપાત્ર શિક્ષકો

602
61થી 903
91થી 1204
121થી 2005
201થી 2406
241થી 2807
281થી 3208
321થી 3609
361થી 40010

અન્ય સમાચારો પણ છે...