માંગ:કચ્છમાં કોરોના વીકરાળ , શનિ-રવિવારે લોકડાઉન અને રાત્રી કરફયુ લાદવો જરૂરી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ રાજ્યમંત્રી અને પીઢ અગ્રણીએ મુખ્યમંત્રી સમક્ષ કરી માગણી

કચ્છમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવી ચિંતા દર્શાવીને કચ્છના પીઢ નેતા તથા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા શનિ અને રવિવારે લોકડાઉન તેમજ સાંજે 7થી સવારે 7 સુધી કરફ્યુ લાદવા આગ્રહ કર્યો છે. છેડાએ જણાવ્યું કે પરિસ્થિતિ એટલી વકરી રહી છે કે વહિવટી તંત્રની સખત મહેનત એળે જઇ રહી છે. બે દિવસનું લોકડાઉન અને રાત્રી કરફ્યુ જેવા પગલા ભરવા સાથે તંત્ર થોડીક આંખ બતાવે એ ખુબ જરૂરી છે. સારો વરસાદ પડ્યો હોવાના કારણે તળાવ અને ડેમો ભરાઇ ગયા હોવાથી રજાના દિવસે હજારો લોકો નિયમો નેવે મુકીને ફરવા નીકળતા હોવાના કારણે પણ કોરોના સંક્રમણ વધતું જાય છે. સામાન્ય દિવસોમાં જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પણ બીજાને મુશ્કેલીમાં મુકી દે છે.

સંક્રમણ નહીં રોકાય તો હવે પછી કચ્છમાં આ રોગ કાબુમાં લેવો મુશ્કેલ બનશે
અત્યારે જો કોરોનાના આ સંક્રમણને અટકાવવામાં નહિ આવે તો હજી પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધશે પછી તેને કાબુમાં કરવો ખુબ જ મુશ્કેલ થશે. તેવી ભીતિ છેડાએ દર્શાવી છે.

ફરી લોકડાઉન માટે વેપારીઓને સમજાવાશે
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ફેડરેશનના પ્રમુખ અનીલભાઇ ગોર સાથે પોતાની ચર્ચા થઇ છે તેમણે પણ શનિવર-રવિવાર એમ બે દિવસના લોકડાઉન માટે વેપરીઓને સમજાવશે તેવી ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...