તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • In Kutch, In The Month Of Chaitra, The Weather Was Cloudy, In Bhuj, Bhachau And Rapar Talukas, There Was Thunder And Rain With Hail.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:કચ્છમાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાયો, ભુજ, ભચાઉ અને રાપર તાલુકામાં ગાજવીજ, અને કરા સાથે વરસાદ

ભુજ14 દિવસ પહેલા
 • હવામાનની આગાહી મુજબ કચ્છમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ

કચ્છમાં કમોસમી વરસાદ પડવાનું આજ સુધી યથાવત રહ્યું છે. આજે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. કચ્છના ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

ભુજ તાલુકાના ઢોરી, સુમરાસર, ડગાળા,અને કુનારીયા ગામમાં ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો.ભચાઉ તાલુકાના ચોબારી, મનફરા, અને કણખોઈ ગામે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી ચિંતા લઈને આવી રહ્યો છે. તેવું ચોબારીના પાંચાભાઈ પરબત અહિરે જણાવ્યું હતું. મોટી વાગડના રાપર પંથકમાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતું. ગાજવીજ સાથે એકાએક વરસી પડેલા મેઘાથી લોકોએ પલડવાથી બચવા દોડાદોડ કરી મૂકી હતી. એવું વ્યાપારી નિલેશભાઈ માલિએ જણાવ્યું હતું.

કોરોના કાળમાં વરસાદ બીમારીનું પ્રમાણ વધારશે

હવામાનની આગાહી મુજબ કચ્છમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાંના દ્રષ્યો સામે આવ્યા હતા. અને ફરી એકવાર ઇન્દ્રદેવને સંયમ રાખવા જગતના તાતે પ્રાર્થના કરી હતી. અલબત્ત કોરોના કાળ વચ્ચે વરસાદી હાજરી ચોક્કસ બીમારીનું પ્રમાણ વધારી શકે છે. એવું જાણકારો વ્યક્ત કર્યું હતું. ભુજ તાલુકાના સુમરસર શેખ ગામે અડધો ઇંચ વરસાદ ખાક્યો છે. તથા રાપર અને ભચાઉ તાલુકાના ચોબારી વિસ્તારમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચોબારીમાં કેબલ ડિસ્ક પર વીજ પ્રપાત થતા ડિસ્કના બે કટકા થઈ ગયા હોવાનું રાજુભાઇ ઉમરણિયાએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો