છેતરપિંડી:કચ્છમાં ગઠિયાએ કેશકર્તનકાર પાસેથી કારના નામે અઢી લાખ રૂપિયા પડાવી લીધા

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ મેસેન્જરમાં ઈનામમાં કાર લાગી હોવાનું કહી છેતરપિંડી આચરી

'લાલચ બુરી બલા હે' જ્યારે ટેલિફોન યુગ નહોતો ત્યારે પણ આ કહેવત અમલમાં હશે તેમ છતાં લાલચમાં આવતા લોકો ત્યારે પણ મૂડી ગુમાવતા અને આજે પણ ગુમાવી રહ્યા છે ફર્ક બસ એટલોજ કે હવે ગાંઠિયાઓ વર્ક ફ્રોમ હોમથી પણ લોકોને ઠગી રહ્યા છે.

ઠગાઈનો વધુ એક કિસ્સો અંજાર પોલીસ દફતરે ચડ્યો છે. જેમાં ફરિયાદી જયદીપ વાજા નામનો 29 વર્ષીય કારીગરે ઇનામમાં કાર મળતી હોવાની લાલચમાં રૂ .2.50 લાખ ગુમાવવા પડ્યા છે.

ફરિયાદ અનુસાર મેઘપર બોરીચી ગામમા સલૂન ધરાવતા ફરિયાદીના મોબાઈલ ફોનમાં ગત 16 જુનના રોજ એક મેસેજ આવ્યો હતો , મેસેજમાં રહેલી લિંક ઓપન કરતા તેમાં એક મોબાઈલ નંબર આપેલો હતો એ મોબાઈલ ફોન પર કોલ કરી વાતચીત કરતા સામેથી આલોકકુમાર નામ જણાવતા ઇસમે ફરી.ને સ્નેપડીલ તરફથી મારુતિ કંપનીની શિફ્ટ ડિઝાયર કાર ઇનામમાં લાગી છે. પણ તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને બેન્ક એકાઉન્ટમાં રૂ. 4100 જમા કરાવવાના રહેશે . એ રકમ ભર્યા બાદ એક સપ્તાહ સુધી અલગ અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 2 લાખ 50 હજાર 75 જેટલી રકમ ફરિયાદી વાળંદ પાસેથી છેતરીને પડાવી લીધી હતી.

કારના ચક્કરમાં બેકાર બનવાનો વારો આવ્યા બાદ અંતે કોઈજ કાર મળવાની નથી એ જાણીને અંજાર પોલીસ મથકે આલોકકુમાર નામક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...