ઉજવણી:માતાનામઢમાં બીજી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો આરંભ​​​​​​​​​​​​​​

​​​​​​​ ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલીના ઘટસ્થાપન અને 8મીએ હવનમાં બીડું હોમાશે

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતા ના મઢ ખાતે દર વર્ષે ઉજવાતા ચૈત્ર નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી આ વર્ષે 1 એપ્રિલથી કરવામાં આવશે.તા.1/4 ના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસ તા.2/4 થી ચૈત્રી નવરાત્રીનો આરંભ થશે.

​​​​​​​કચ્છધરાના કુળદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતા ના મઢ ખાતે અશ્વિની નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી પણ હર્ષોલ્લાસથી કરવામાં આવે છે અને આ નવરાત્રી પર્વ દરમ્યાન મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે.આ વર્ષે આગામી ચૈત્ર નવરાત્રીનો આરંભ ફાગણ વદ - 30 (અમાસ) તા.1/4 ને શુક્રવારના રાત્રે 9:35 કલાકે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તા.2/4 ને ચૈત્ર સુદ-1 એકમ શનિવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે.જ્યારે આ મહોત્સવનું સમાપન ચૈત્ર સુદ-7 સાતમ તા.8/4 ને શુક્રવારના રાત્રે 9:45 કલાકે જગદંબા પૂજન બાદ રાત્રે 10 કલાકે હોમ હવનનો આરંભ થશે અને મોડી રાત્રે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે રાત્રે 1:35 કલાકે શ્રીફળ હોમવા સાથે આ ધાર્મિક મહોત્સવની પુર્ણાહુતી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આસો નોરતાની જેમ ઉજવાતા આ ચૈત્ર નવરાત્ર દરમ્યાન મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને આવે છે તો વળી નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા અને છંદ સાથે ગ્રામજનો તેમજ ભાવિકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાય છે.

અન્ય સમાચારો પણ છે...