ઉજવણી:કચ્છમાં ઇદે મિલાદુન નબીની ઉજવણી દાન પૂન અને ભાઈચારા સાથે કરવામાં આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની મહેસુલે બાગ રસુલ કમિટી દ્વારા પાલારા આશ્રમના અંતેવાસીઓને જમાડી ઇદ ઉજવવામાં આવી

ઇસ્લામ ધર્મની સૌથી મોટી ઇદ ઇદે મિલાદુન્ન નબીની ઉજવણી ખુદાના આખરી પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (ર.અ.12)ના જન્મ દિવસ પ્રસંગે આજે સમગ્ર કચ્છમાં ભાઈચાર સાથે જરૂરતમંદ લોકોને દાન પુન અને સેવા સાથે કરવામાં આવી હતી. જિલ્લા મથક ભુજની સાથે જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાના હિમાયતી અને સત્યનો સંદેશ આપનાર પયગંબર સાહેબના માનમાં ન્યાઝ, સેવા અને કોવિડ ગાઈડલાઈન મુજબ ઝુલુસ નીકાળી ઇદ ઉજવામાં આવી હતી.

કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક કમિટીના પ્રમુખ અબ્દુલભાઇ રાયમાં (સરલી તા. ભુજ) અને પૂર્વ પ્રમુખ હાજી સુલતાન સોઢા (મીઠીરોહર)એ ઇદ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા પ્યારા નબીના માનવતાવાદી સંદેશ અનુસાર આસપાસના લોકોને મદદરૂપ બની ભાઈચાર સાથે કોવિડ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. પયગંબર સાહેબના આદેશને અનુસરવા સમાજના ભાઈઓને શીખ આપવામાં આવી હતી. દિન દુખિયા અને ગરીબોમાં ખૈરાત આપીને શાંતિપૂર્ણ રીતે ઇદની ઉજવણી કરવામાં આવી હતી.

ભુજના કુકમાં ખાતે પણ ઇદ નિમિતે સણગારેલી ઉટ ગાડી પર ઝુલુસ નીકળવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા. ભુજ પાસેના પાલારા આશ્રમ ખાતે મહેસુલે બાગ રસુલ કમિટી દ્વારા માનસિક દિવ્યાંગોને મીઠાઈનું વિતરણ કરી ઉજવામાં આવી હતી. છેલ્લા ત્રીસ વર્ષથી સંસ્થા ઇદની ઉજવણી કરતી આવી રહી છે એવું મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું હતું. બીજી તરફ ભુજ શહેર અને તાલુકામાં પણ ઇદ નિમિતે મુસ્લિમ ભાઇઓએ સગા સબંધી અને સ્નેહીજનો ને મળી એકમેકને ઇદની શુભેચ્છા આપી હોવાનું કચ્છ જિલ્લા મુસ્લિમ કુંભાર સમાજના પ્રમુખ રફીકભાઈ મારાએ કહ્યું હતું.

ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે ન્યાઝ, ઝુલુસ નીકળ્યા બાદ ગરીબ લોકોને દાન કરાયું હતું. અહીંના ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના શંકુલ ખાતે બાલ મુબારકના દિદારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણી આમીનભાઈ રાઉમા, અબ્દુલભાઇ રાઉમા અને કાસુભાઈ ખલીફાએ આ વેળાએ ઇદની શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...