તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 13 કેસ સામે 195 દર્દી થયા સ્વસ્થ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 957 થઈ

કચ્છ જિલ્લામાં આજે નવા 13 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12476 પહોંચી ચૂક્યો છે. તેમજ જિલ્લામાં 195 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. જિલ્લામાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું હતું

આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 2, ગ્રામ્ય 1,, અંજાર 2, મુન્દ્રા 1, ગ્રામ્ય 1, નખત્રાણા ગ્રામ્ય 1, અબડાસા ગ્રામ્ય 2, માંડવી 1, ગ્રામ્ય 1, ભચાઉ ગ્રામ્ય 1 , કેસ નોંધાયા છે. જિલ્લામાં મૃત્યુનો આંક 281 પર યથાવત રહ્યો છે.

જિલ્લામાં રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 195 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 11407 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 48 હજાર 319 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...