કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 08 નોંધાયા 184 દર્દીઓએ કોરોનાને માત આપી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 428 થઈ

રાજ્યભરમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોના મહામારી હવે અંકુશમાં આવી છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોરોનાના હવે વળતા પાણી છે. કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 08 કેસ નોંધાયાં છે. જ્યારે 184 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 428 થઈ છે.

જિલ્લામાં કોરોનાના આજે નવા 08 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12 હજાર 500 પહોંચી ચૂક્યો છે. જ્યારે જિલ્લામાં આજે 184 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 02, માંડવી ગ્રામ્યમાં 01, મુન્દ્રામાં 01, અંજાર ગ્રામ્યમાં 01, ભચાઉમાં 01, નખત્રાણા ગ્રામ્યમાં 01 અને ગાંધીધામમાં 01 કેસ નોંધાયો છે. જિલ્લામાં મૃત્યુનો આંક 281 પર યથાવત રહ્યો છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 11 હજાર 960 થઈ છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 49 હજાર 981 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...