તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 08 નોંધાયા, 24 દર્દીઓએ કોરોનાને માત આપી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 235 થઈ

રાજ્યભરમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોના મહામારી હવે અંકુશમાં આવી છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોરોનાના હવે વળતા પાણી છે. કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 08 કેસ નોંધાયાં છે. જ્યારે 24 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 235 ઘટીને થઈ છે.

જિલ્લામાં કોરોનાના આજે નવા 08 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12 હજાર 536 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ ગ્રામ્યમાં 02, ગાંધીધામમાં 01, રાપરમાં 01, અંજારમાં 02 અને અબડાસામાં ગ્રામ્ય 02 કેસ નોંધાયો છે.

જિલ્લામાં મૃત્યુનો આંક 282 પર યથાવત રહ્યો છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 હજાર 189 થઈ છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 52 હજાર 451 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...