તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 05 નોંધાયા, 56 દર્દીઓએ કોરોનાને માત આપી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 05 નોંધાયા, 56 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યભરમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોના મહામારી હવે અંકુશમાં આવી છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોરોનાના હવે વળતા પાણી છે. કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 05 કેસ નોંધાયાં છે. જ્યારે 56 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 306 થઈ છે.

જિલ્લામાં કોરોનાના આજે નવા 05 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12 હજાર 515 પહોંચી ચૂક્યો છે. જ્યારે જિલ્લામાં આજે 56 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ ગ્રામ્ય 02, માંડવીમાં 02 અને રાપર ગ્રામ્યમાં 01 કેસ નોંધાયો છે.

જિલ્લામાં મૃત્યુનો આંક 282 પર યથાવત રહ્યો છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 હજાર 97 થઈ છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 02 લાખ 50 હજાર 842 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...