તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઈ:કચ્છમાં જિલ્લા પંચાયતે 6912.52 હેકટરમાં પાણી પૂરું પાડી 51.08 લાખ રળ્યા

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા નાની સિંચાઈ યોજના હેઠળ વિવિધ નાના ડેમોમાંથી ખેતી માટે પાણી અાપવાનું ચાલી રહ્યું છે, જેમાં જળ સિંચન પેટા વિભાગ દ્વારા જિલ્લાના 6912.52 હેકટર વિસ્તારમાં ખરીફ અને રવિપાકના વાવેતરમાં પિયત માટે પાણી અપાયું હતું, જેથી 51 લાખ 8 હજાર 618 રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી સાૈથી વધુ માંડવી પેટા વિભાગે માંડવી તાલુકાના 2209 હેકટરમાં પાણી પૂરું પાડીને 18 લાખ 49 હજાર 147 રૂપિયા રળ્યા હતા.

ગત ચોમાસે સારો વરસાદ થયો હતો, જેથી નાની સિંચાઈના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા, જેમાંથી ખેડૂતોને પિયત ખેતી માટે પાણી અપાતું હતું. ચાલુ વર્ષે રવિપાકની પિયત માટે 6912.52 હેકટર વિસ્તારમાં પિયતનું પાણી પૂરું પડાયું હતું, જેમાં નખત્રાણા તાલુકામાંથી 4 લાખ 44 હજાર 564, લખપત તાલુકામાંથી 1 લાખ 48 હજાર 953, ભુજ તાલુકામાંથી 13 લાખ 60 હજાર 363, રાપર-ભચાઉમાંથી 9 લાખ 25 હજાર 105 અને 6 લાખ, 48 હજાર 012, અંજાર તાલુકામાંથી 8 લાખ 22 હજાર 780 રૂપિયા વસુલાયા છે.

હેકટર મુજબ વાત કરીએ તો નખત્રાણા તાલુકામાં 490.74, લખપતમાં 111.53, ભુજમાં 1014.73, રાપર/ભચાઉમાં 1092.29 અને 716, અંજારમાં 890.5 હેકટર વિસ્તારમાં પિયત વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...