કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 37 કેસ નોંધાયા, 10 દર્દી સ્વસ્થ થયા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 90 થયા

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 37 નવા કેસ સામે આવ્યા છે. જેને લઈ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 90 પર પહોંચી છે. જોકે રાહતની વાત એ છે કે 10 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે.

આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 8, ગ્રામ્ય 8. ગાંધીધામ શહેર 14. મુન્દ્રા શહેર 1 કેસ. અંજાર શહેર 1 ગ્રામ્ય 2 કેસ, ભચાઉ ગ્રામ્ય 1, માંડવી ગ્રામ્ય 2 સામે આવ્યા છે.

દેશ અને રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેને આરોગ્ય વિભાગ દ્વારા હવે સરકારી હોસ્પિટલમાં આ કેસની પરીક્ષણ સુવિધા સુપરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 12,875 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12673 એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલા છે. ઓમ,ઓમિક્રોનન 3 દર્દી સારવાર લઈ રહ્યા છે.

પગલા : સુવઇમાં કેસ આવતા સેવા સેતુ રદ,શાળા ત્રણ દિ માટે બંધ
આજે રાપર તાલુકાના સુવઈ ગામે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ સુવઈ ગામમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી રદ કરવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે અહીં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મુંબઈ ખાતે પેડી મહોત્સવમાં હાજરી આપવા ગયા હતા જ્યાં તેઓ સંક્રમિત થતા સુવઇ પ્રાથમિક શાળા ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રાપર તાલુકામાં પ્રથમ કેસ પણ સુવઇમાં આવ્યો હતો ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં પણ પહેલો કેસ આ જ ગામમાં આવ્યો છે.

હવે તો ચેતો; ડિસેમ્બર મહિના જેટલા કેસ તો માત્ર આ અઠવાડિયામાં નોંધાયા
ડિસેમ્બર મહિનામાં કચ્છમાં કોરોનાથી કુલ 117 દર્દી સંક્રમિત બન્યા હતા જેની સામે છેલ્લા અઠવાડિયામાં જ જિલ્લામાં 128 પોઝીટીવ કેસ આવ્યા છે.જેમાં સરકારીમાં માત્ર 19 કેસ જ્યારે ખાનગી હોસ્પિટલમાં 109 દર્દીઓ કોરોના સંક્રમણમાં સપડાયા છે.જે રીતે કેસોએ ઝડપ પકડી લીધી છે તે જોતા હવે ચેતવાનો સમય આવી ગયો છે.

ભય; માધાપરમાં બીજો ઓમિક્રોન કેસ નોંધાયો ?
ભુજ તાલુકાના માધાપર ગામે હાઈરિસ્ક દેશમાંથી આવેલા પુરુષનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે જે બાદ સતત બીજા દિવસે પણ આ જ ગામમાં વિદેશથી આવેલા વ્યક્તિને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આ વ્યક્તિ યુકેથી આવી હોવાનું પણ ખુલવા પામ્યું છે અલબત્ત સતાવાર પુષ્ટિ મળી શકી નથી.

લાલબત્તી : ગત મહિને 271 ટેસ્ટ પર 1 પોઝિટિવ કેસ આવતો, છેલ્લા સપ્તાહમાં 102 ટેસ્ટ પર 1 કેસ

ખાનગીમાં પરીક્ષણ ઓછું ને સંક્રમણ વધુ જ્યારે સરકારી RT-PCR ટેસ્ટમાં ઉલ્ટુ ચિત્ર
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી દૈનિક નોંધાયેલા કેસો અને આરટી - પીસીઆર ટેસ્ટની માહિતી આપવામાં આવી છે.જેમાં જાણવા મળ્યું કે,જેમાં ગત મહિને પ્રત્યેક 271 ટેસ્ટ પર દરરોજ 1 પોઝીટીવ કેસ આવતો હતો જ્યારે છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક 102 ટેસ્ટ પર 1 પોઝીટીવ કેસ આવી રહ્યો છે જેથી કેસોમા આવેલો ઉછાળો લાલબત્તી સમાન છે.મોટાભાગના કેસો સરકારીના બદલે ખાનગી હોસ્પિટલમાં જ આવી રહ્યા છે.

ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહો: IMA
ભુજ આઇએમએએ ચેતવણી આપી છે કે, જો લોકો કોરોનાની ગાઇડલાઇનનુું પાલન નહિ કરે તો કેસોમાં ઝડપભેર વધારો થશે. આ સ્થિતિને હળવાશથી ન લેવાનું જણાવતાં તબીબી સંસ્થાએ લોકો જ કોવિડને આગળ વધતો રોકી શકશે તેમ જણાવ્યું છે. ઓમિક્રોન વેરિએન્ટનાં લક્ષણો ભલે માઇલ્ડ હોય, પરંતુ, જો ધ્યાન નહિ રખાય તો કોરોનાની સ્થિતિ ફરીથી વણસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...